કલેક્ટરે અધિકારીઓનો ઉધડો:બોરસદમાં વરસાદમાં તારાજી પાછળ કાંસ વિભાગની બેદરકારીના આક્ષેપો બાદ કલેક્ટરે સંકલનમાં કામનો સમીક્ષા રિપોર્ટ માંગ્યો - Alviramir

કલેક્ટરે અધિકારીઓનો ઉધડો:બોરસદમાં વરસાદમાં તારાજી પાછળ કાંસ વિભાગની બેદરકારીના આક્ષેપો બાદ કલેક્ટરે સંકલનમાં કામનો સમીક્ષા રિપોર્ટ માંગ્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Collector Seeks Review Report On Work In Coordination After Allegations Of Negligence By Kans Department In Borsad Rains

આણંદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બોરસદ અને અન્ય તાલુકામાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિની કામગીરીની સમીક્ષા કરાઈ

આણંદ જિલ્લામાં જુલાઇ મહિનામાં વરસાદની હેલી રહી છે. જોકે, વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ બોરસદમાં તારાજી સર્જાઈ હતી. આ તારાજી પાછળ કાંસ વિભાગની બેદરકારી સ્પષ્ટ થઇ હતી. અનેક ગામોમાં કાંસની સફાઇ ન થવાના કારણે પાણી આગળ ન જવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જ ફરી વળ્યાં હતાં. આખરે કલેક્ટરે આ બાબતે શનિવારના રોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કાંસ સફાઇની સમીક્ષા કરવા સુચના આપી હતી. જેમાં અન્ય અધિકારીઓને પણ આ મુદ્દે સલાહ આપી હતી. આ બેઠકના પ્રારંભે તાજેતરમાં બોરસદ તાલુકામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન જાન ગુમાવનાર વ્યકિતઓના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા.
પશ્નો પરત્વે હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો
આણંદ કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક શનિવારે મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને ધારાસભ્ય પૂનમભાઇ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેની બેઠકમાં વિગતવાર ચર્ચા કરી ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પરત્વે હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

તમામ વિભાગોની ટીમને સર્તક રહેવાની તાકીદ કરી
આ બેઠકમાં કલેક્ટર મનોજ દક્ષિણીએ બોરસદ અને સારોલમાં વરસાદે સર્જેલી તારાજીની ચર્ચા કરી હતી. બોરસદ અને અન્ય તાલુકામાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિની કામગીરીની સમીક્ષા કરી વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનનું યોગ્ય રીતે સંચાલન થઇ શકે તેમજ કોઇપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા તમામ અધિકારીઓને તમામ વિભાગોની ટીમને સર્તક રહેવાની તાકીદ કરી હતી. જોકે, આ વખતે આપત્તિમાં કાંસ વિભાગ પર અનેક આક્ષેપો થયાં છે. અપુરતી સફાઇ અને કેટલાક વિસ્તારમાં સફાઇના નામે માત્ર કાગળ પર કામગીરી થઇ હોવાના આક્ષેપ થયાં હતાં. જે સંદર્ભે કલેક્ટરે સંકલન બેઠકમાં કાંસ વિભાગના અધિકારીઓને વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને પાણીનો ત્વરિત નિકાલ થાય તે રીતે કાંસની સફાઇની કામગીરીની સમીક્ષા કરવા અને સંબંધિત અધિકારીઓને તેના પર સતત નજર રાખતા રહેવા જણાવ્યું હતું.
સમયમર્યાદામાં કામો શરૂ કરવા સૂચના
આ ઉપરાંત કલેક્ટરે જે કોઇ કામો બાકી હોય તે કામો સત્વરે પૂરાં થાય, આયોજનના જે કામો શરૂ કરવાના થતા હોય તે કામો તાત્કાલિક શરૂ થાય તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કરી પ્રધાનમંત્રીની 13 અગ્રતાક્રમની યોજનાની વિગતવાર સમીક્ષા કરી મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યક્રમ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માંગવામાં આવેલા વિગતો સુચવ્યાં મુજબ નિયત સમયમર્યાદામાં મોકલવામાં આવે તે જોવા પર ખાસ ભાર મૂકયો હતો.
પ્રિકોશન ડોઝની કામગીરીની સમીક્ષા કરી
આ બેઠક દરમિયાન કલેક્ટરે 18થી 59 વર્ષના લોકો માટે 15મીથી શરૂ થયેલા પ્રિકોશન ડોઝની કામગીરીની સમીક્ષા કરી જિલ્લાનો કોઇપણ નાગરિક પ્રિકોશન ડોઝથી વંચિત ન રહી જાય તે જોવા જણાવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના દરેક નાગરિકોની આરોગ્યની અને પાણીની ચકાસણી કરવાની કામગીરી નિયમિત રીતે અને ખાસ કરીને વર્ષાઋતુ દરમિયાન વિશેષ ધ્યાન રાખવામાં આવે તે જોવા પર ભાર મૂકયો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.વી.દેસાઇ, જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલ, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment