કલેક્ટરોને સૂચના:સરકારી જમીન પર દબાણ થયું હશે તો મામલતદાર સામે કાર્યવાહી થશે; દબાણ ઊભું કરનાર સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાશે - Alviramir

કલેક્ટરોને સૂચના:સરકારી જમીન પર દબાણ થયું હશે તો મામલતદાર સામે કાર્યવાહી થશે; દબાણ ઊભું કરનાર સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાશે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Action Will Be Taken Against The Mamlatdar If There Is Pressure On The Government Land; An Offense Under The Land Grabbing Act Will Be Registered Against The Person Creating Pressure

ગાંધીનગર28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • ખુલ્લી જમીનોના સરવે નંબર મુજબ જવાબદારી મહેસૂલી અધિકારીને સોંપાશે

સરકારની ખુલ્લી જમીનો પર વધતા જતા દબાણને પગલે આવી જમીનોની જાળવણી માટે મહેસૂલ વિભાગ દ્વારા નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે મુજબ ખુલ્લી જમીનોના સરવે નંબર મુજબ જવાબદારી મહેસૂલી અધિકારીને સોંપવામાં આવશે અને આ જમીનોની આવી કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલા મહેસૂલી કર્મચારીઓ- અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા શિસ્ત વિષયક પગલાં ભરવામાં આવશે. આ બાબતની સમીક્ષા કરી લીધેલાં પગલાંની જાણ દર મહિને સરકારને કરવાની રહેશે.

રાજ્યમાં સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો વધી રહ્યાં છે તેવું સ્વીકારીને મહેસૂલ વિભાગ દ્વારા દબાણો અટકાવવા કડક કાર્યવાહી માટે તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખુલ્લી સરકારી જમીનો પર દબાણ થયું હશે તો તેવા કિસ્સામાં સંબંધિત સર્કલ ઇન્સ્પેક્ટર તથા મામલતદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે. દરેક કલેક્ટરે પોતાના જિલ્લામાં સરકારી જમીન પર દબાણ થયા હોય તેવા કેસો આઇડેન્ટિફાય કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી દબાણ ખુલ્લા કરાવવાનાં રહેશે.

સરકારી જમીન પર કોઈએ કોમર્શિયલ દબાણ કર્યું હોય તો તેને લાઇટ, પાણી તથા ગટરનાં જોડાણ ન મળે તેવી વ્યવસ્થા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કરવાની રહેશે. મહેસૂલ વિભાગ દ્વારા કલેક્ટર ઉપરાંત તમામ મ્યુનિસિપલ કમિશનરો, ડીડીઓ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરો, ચીફ ઓફિસરોને પણ સૂચના આપવામાં આવી છે.

જમીનનું દર મહિને ફરજિયાત ઇન્સ્પેક્શન કરાશે
કલેક્ટરોએ દર મહિને રજિસ્ટરની સમીક્ષા તથા ચકાસણી કરવાની રહેશે. ખુલ્લી જમીનોની વીડિયોગ્રાફી કરીને આવી જમીનોમાં કોઈ પણ જાતના દબાણ ન થાય તે માટે તાર-ફેન્સિંગ કરવાની રહેશે. વીડિયોગ્રાફીમાં કોઈ પણ ગેરકાયદે દબાણ જણાય તો સંબંધિત અધિકારીઓ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં પણ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment