કલોલ ફાયર સ્ટેશન રામ ભરોસે:જો કોઈ બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગે તો બચાવવાવાળું કોઈ નહીં; ચોપડે 14 પણ સ્થળ પર 6 ઓફિસર ઓન ડ્યુટી - Alviramir

કલોલ ફાયર સ્ટેશન રામ ભરોસે:જો કોઈ બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગે તો બચાવવાવાળું કોઈ નહીં; ચોપડે 14 પણ સ્થળ પર 6 ઓફિસર ઓન ડ્યુટી

કલોલ5 કલાક પહેલા

  • તરવૈયાઓના અભાવે પોલીસ પૈસા આપીને તરવૈયા બોલાવે છે
  • ફાયરની ગાડીઓ પણ બહારથી બોલાવવામાં આવે છે
  • કલોલ નગરપાલિકા ફાયર સેફ્ટી બાબતે મીન્ડુ – ધારાસભ્ય કલોલ

કલોલ નગરપાલિકા કોઈના કોઈ કારણોથી પ્રજાના પ્રશ્નોને લઈને વિવાદોમાં રહેલી છે એવી જ એક બેદરકારી કલોલ નગરપાલિકા ફાયર સેફટી બાબતમાં પણ ફક્ત ચોપડા ઉપર ચાલતું ફાયર તંત્ર ઝડપાયું છે. ચોપડા ઉપર ફાયર સ્ટેશનમાં 14 વ્યક્તિઓ કામ કરે છે, જયારે સ્થળ ઉપર માત્ર 6 વ્યક્તિ કામ‌ કરે છે.

કલોલ મા‌ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ
કલોલમાં બહુમાળી બિલ્ડીંગો આવેલી છે, જેમકે સારદા સકૅલ, નવજીવન વગેરે. ત્યાં કોઈ પણ ફાયર સેફ્ટીનું ઉપકરણ પણ નથી એવી સ્થિતિમાં આગ લાગે ત્યારે નગરપાલિકા પાસે એવા કોઈ સાધન નથી કે ઉપર સુધી પોહચીં શકે કે કોઈ એવો ટ્રેઈન સ્ટાફ નથી.

કલોલ નજીક નર્મદા નદીની કેનાલ પણ આવેલી છે
કલોલને અડીને નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેવામાં કોઈ વ્યક્તિએ જો તેમાં ઝંપલાવી દીધું તો તેને બચાવવા માટે કલોલ નગરપાલિકા પાસે કોઈ રેસ્ક્યૂ ટીમ જ નથી, કે એવા કોઈ તૈરવૈયા પણ નથી.આ બાબતમાં સૌથી મોટી સમસ્યા પોલીસ મિત્રોને થાય છે. પોલીસ મિત્રોના જણાવ્યા મુજબ જ્યારે કોઈ મૃતદેહ શોધવા રેસ્ક્યૂ કરવું પડે તેવી પરિસ્થિતિમાં અમે ખાનગી તૈરવૈયા બોલાવીએ છીએ તો તૈરવૈયા એમના મન મુજબ અમારી પાસેથી પૈસા લે છે. તેવો લાશ બહાર કાઢી આપે પછી ફાયર સેફ્ટીનો સ્ટાફ ફ્ક્ત ત્યાથી પોસ્ટમોર્ટમ સુધી લાવી આપે.

આ બાબતને લઈને ફાયર સ્ટેશન જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તો ત્યાં સ્થળ ઉપર ક્લાર્ક સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક ઓફિસર ચાર્જમાં આવતા હતા અત્યારે તેઓ પણ બંધ થઈ ગયેલ છે. હાલ કલોલ નગરપાલિકામાં કોઈ ફાયર ઓફિસર નથી. આગળ જણાવેલ કે નગરપાલિકામાં હાલ ફક્ત છ જણા ફાયર સેફટીમાં કામ કરે છે એ પણ કંડકટર અને ડ્રાઇવર કોઇ ટેકનીકલ ટ્રેનિંગ વાળો સ્ટાફ નથી.

ફાયર સેફટી બાબતે કલોલ નગરપાલિકા મીંન્ડુ- ધારાસભ્ય કલોલ
ધારાસભ્યજીએ ના કલોલ નગરપાલિકાને ફાયર સેફટી બાબતમાં મીંડું આપ્યું હતું. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા કલોલ જીઆઇડીસીમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ લાગી હતી. તેમાં લોખંડની ગડરો જે કોઈપણ જાતની આગ લાગે તો પણ કંઈ ન થાય તેવી ગડરો પણ પીગળી ગઈ હતી. બહારથી ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. તેમ છતાં આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ થઈ હતી. એવી પરિસ્થિતિ બહુમાળી બિલ્ડીંગમાં થાય તો કલોલ રામ ભરોસે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment