કાઉન્સેલિંગ:ઇડર પોલીસે વલાસણા રોડ પર ભૂલા પડી ગયેલ મા અને દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું... - Alviramir

કાઉન્સેલિંગ:ઇડર પોલીસે વલાસણા રોડ પર ભૂલા પડી ગયેલ મા અને દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું…

હિંમતનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઇડર પોલીસ સ્ટેશન લાવી જમાડી બંનેની પૂછરપરછ કરી

ઇડર-વલાસણા રોડ પર મહિલા તથા તેનો દીકરો ભૂલા પડી ગયાની જાણ ઇડર પોલીસમાં થતા બંનેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી પોલીસે મહિલાના પતિને બોલાવી બંનેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ઇડર પોલીસ સ્ટેશને ઇડરના એક જાગૃત નાગરિકે જાણ કરી હતી કે ઇડર એસ ટી સ્ટેન્ડ વલાસણા રોડ ઉપર એક 35 વર્ષની બહેન તથા 5 વર્ષનો દીકરો ભૂલો પડેલ છે.

જેને પગલે ઇડર પોલીસ સ્ટેશનના એએસઆઈ દિપકકુમાર તથા મહિલા પો.કો. આશાબેન તથા ટાઉન બીટ હે.કો. પિયુષ કુમારે સ્થળ ઉપર પહોંચી ભૂલી પડેલ મહિલા તથા તેના દીકરાને ઇડર પોલીસ સ્ટેશન લાવી જમાડી તે મહિલાની પૂછપરછ કરતાં મહિલાએ પોતાનું નામ લીલાબેન ગમાર (રહે. ચંદ્રાણા, આડેશેરી) હોવાનું જણાવ્યું હતું.

જેથી ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજાના સહયોગથી પોલીસ સ્ટાફે પોશીના પોલીસ સ્ટેશન મારફતે પરિવારને જાણ કરાવતાં મહિલાના વતનમાંથી તેમના પતિ શંકરભાઈ ગમાર ઇડર પોલીસ સ્ટેશન આવતા પી.એસ.ઓ.ની રૂબરૂમાં તે મહિલા તથા બાળકનો કબ્જો તેમને સોંપી પરિવાર સાથે ઇડર પોલીસે મિલન કરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment