કાચબાની તસ્કરીનો પર્દાફાસ:દહેગામમાં વનવિભાગે રેડ કરી 75 કાચબાઓને બચાવ્યાં, કાચબાનું ગેરકાયદેસર વેચાણ કરાતું હતું - Alviramir

કાચબાની તસ્કરીનો પર્દાફાસ:દહેગામમાં વનવિભાગે રેડ કરી 75 કાચબાઓને બચાવ્યાં, કાચબાનું ગેરકાયદેસર વેચાણ કરાતું હતું

ગાંધીનગર43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • અમદાવાદ, મુબઈ સુરત તથા બરોડા સુધી સપ્લાય થતા હતા

દહેગામના ચિસકારી તેમજ રેલવેફાટક વિસ્તારમાંથી વનવિભાગ અને અમદાવાદની જીવ દયા સંસ્થા દ્વારા સંયુક્ત રીતે રેડ કરીને 75 કાચબાઓને બચાવાયા હતા. ચિસકારીના દેવિપુજક ઈસમ દ્વારા કાચબાનો સંગ્રહ કરીને અમદાવાદ ખાતે ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હતું. કાચબાના વેપારમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર ઈસમ વિરૂદ્ધ વનવિભાગ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
​​​​​​​કાચબાઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયા
​​​​​​​
બચાવાયેલા કાચબાઓને વનવિભાગ દ્વારા અનુકુળ કુદરતી વાતાવરણમાં ફરીવાર મુક્ત કરવામાં આવ્યાં હતા. અમદાવાદની સર્વધર્મ રક્ષણ સેવા ટ્રસ્ટ નામની સંસ્થાએ કાચબાની તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાસ કરવામાં નોંધનીય કામગીરી બજાવી હતી, સંસ્થા સાથે વનવિભાગે એક્શનમાં આવીને કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદની સંસ્થાના સુત્રોના જણાવ્યાં મુજબ કાચબાનો કાળો કારોબાર અમદાવાદ, મુંબઈ, સુરત અને બરોડા જેવા સીટીમાં ફેલાયેલો હોવાની સંભાવના છે. અમદાવાદથી અન્ય જગ્યાએ કાચમાં સપ્લાય કરવામાં આવતા હતા. જોકે, વનવિભાગે રેડ પાડીને 75 કાચબાને બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment