કાનાફૂસી:માઈક ખેંચાખેંચ, ચિઠ્ઠી મામલે ટીકા બાદ ફડણવીસના કાનાફૂસી - Alviramir

કાનાફૂસી:માઈક ખેંચાખેંચ, ચિઠ્ઠી મામલે ટીકા બાદ ફડણવીસના કાનાફૂસી

મુંબઈ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિરોધી પક્ષની ટીકા પછી શિંદે- ફડણવીસ સાવધ

પ્રથમ કેબિનેટ મિટિંગ પછી પત્રકારોને સંબોધન કરતી વખતે મુખ્ય મંત્રી એકનાથ શિંદેનું માઈક પોતાની તરફ ખેંચવું અને શિંદેને કશુંક યાદ અપાવવા ચિઠ્ઠી લખવાને મામલે ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિરોધી પક્ષે ટીકા કરી હતી. આથી શનિવારની કેબિનેટની મિટિંગ પછી પત્રકારોને સંબોધન કરતી વખતે બંનેને સાવધાની રાખી હતી, પરંતુ તે છતાં શિંદેને કશુંક યાદ અપાવવા માટે ફડણવીસ કાનાફૂસી કરીને રહ્યા હતા.

પ્રથમ કેબિનેટ પછી સંબોધન વખતે ફડણવીસે બોલવા માટે માઈક પોતાની તરફ ખેંચ્યું હતું. આ પરથી રાષ્ટ્રવાદીના નેતા અને વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા અજિત પવારે જણાવ્યું કે આ સરકાર ટકવાની નથી. આ લોકો હમણાંથી જ માઈક ખેંચાખેંચી કરવા લાગ્યાં છે. સાંસદ સુપ્રિયા સુળેએ જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીનું આવું અપમાન ક્યારેય થયું નહોતું.

ગયા વખતે ટીકા થયા પછી આ વખતે બે માઈક રાખ્યા છે, કોઈ પણ ચિઠ્ઠી નથી એમ શરૂઆતમાં જ ફડણવીસે સ્પષ્ટ કર્યું. આથી આ વખતે માઈક નહીં ખેંચવાની અને ચિઠ્ઠી નહીં લખવાની સાવધાની ફડણવીસે રાખી હતી, પરંતુ શિંદે નગર વિકાસ વિભાગના એક નિર્ણય વિશે માહિતી કહેવા માટે ભૂલી ગયા ત્યારે ફડણવીસે તેમને કાનમાં વાત કરીને યાદ અપાવી હતી.

આ પછી શિંદેએ એમએમઆરડીએ બાબત લેવામાં આવેલા નિર્ણયની માહિતી આપી હતી.એમએમઆરડીએને મુંબઈ મહાનગર ક્ષેત્રમાં વિવિધ પ્રકલ્પનો અમલ કરવા માટે રૂ. 60,000 કરોડ સુધી લોન ઊભી કરવા અને સરકારી ગેરન્ટી આપવા શનિવારે કેબિનેટની મિટિંગમાં માન્યતા આપવામાં આવી હતી. એમએમઆરડીએ દ્વારા મુંબઈ મહાનગર ક્ષેત્રમાં રૂ. 1 લાખ 74 હજાર 940 કરોડના મહત્ત્વાકાંક્ષી મૂળભૂત પ્રકલ્પો હાથમાં લેવાયા છે. આથી કેબિનેટના નિર્ણયથી આ પ્રકલ્પનાં કામ ફાસ્ટ ટ્રેક પર આવવાની આશા સેવાય છે.

નામકરણને આખરે મંજૂરી
દરમિયાન ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકારે છેલ્લી કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણયોને નવેસરથી સ્થાપિત સરકારે સ્થગિતી આપી હતી. આ વિશે શિંદેએ જણાવ્યું કે 29 જૂને તત્કાલીન સરકારે ઉતાવળમાં નિર્ણય લીધા હતા, જેનાથી આગળ જતાં કાયદેસર અડચણો પેદા થઈ શકે એમ હતી. આથી આ પ્રસ્તાવ અમે ફરીથી કેબિનેટમાં લાવ્યા. આજની બેઠકમાં ઔરંગાબાદનું નામકરણ છત્રપતિ સંભાજીનગર કરવાનો નિર્ણય લેવાયો છે. આ જ રીતે ઉસ્માનાબાદનું નામકરણ ધારાશિવ તરીકે અને નવી મુંબઈ ખાતે એરપોર્ટને લોકનેતા ડી બી પાટીલનું નામ આપવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment