કામગીરી:રાજ્યમાં અટકેલી મંજુરી ઓફલાઈન શરૂ - Alviramir

કામગીરી:રાજ્યમાં અટકેલી મંજુરી ઓફલાઈન શરૂ

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ખબર કાઢવા ગયેલા મંત્રીને ફરિયાદ મળી હતી
  • મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ભુપેન્દ્રભાઈની સરકાર સંવેદનશીલ

વડવા બના ભાજપના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલના કોઈ જાણીતાને એચ.સી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી આ દર્દીના ખબર-અંતર પૂછવા રૂબરૂ ગયા ત્યારે જાણ થઈ કે હોસ્પિટલના એક દર્દીને આયુષ્યમાન કાર્ડ યોજના નીચે દાખલ કરાયા બાદ તેના ઓપરેશનની ઓનલાઈન મંજુરી નથી મળી.

આ અંગે હોસ્પિટલના એડમીન વિભાગના રાહુલ ગાંધીને પૂછતા જાણ થઈ કે માત્ર આ હોસ્પિટલના જ 30થી વધુ ઓપરેશનો આ મંજુરીને વાંકે અટક્યા છે અને માત્ર ભાવનગરમાં જ નહીં રાજ્યભરમાં આ સમસ્યા છે. આ વિગત જાણ્યા બાદ સંવેદનશીલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તરત આરોગ્યમંત્રી ઋષીભાઈ, આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ અને આરોગ્ય કમિશનર શાહનવાઝ સાથે આ અંગે ફોન પર ચર્ચા કરી અને દર્દીઓને રૂબરૂ મળી આશ્વાસન આપ્યું કે તમારી સમસ્યા જલ્દીથી ઉકેલાય જશે.

અને ત્યારબાદ ગણતરીની મિનીટોમાં જ રાજ્યના આરોગ્ય વિભાગે ઓનલાઈન મંજુરી અટકી હોય એને ઓફલાઈન મંજુરી આપવાનું શરૂ કરતા આયુષ્યમાન યોજના નીચે અટકેલા ઓપરેશનો થવાનું શરૂ થયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાઓ ઊભી થાય જ પણ ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકાર પ્રશ્નોના હલ લાવવા કટીબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment