કામગીરી:વલસાડ નાયબ DDOને માહિતી આયોગે10 હજારનો દંડ ફટકાર્યો - Alviramir

કામગીરી:વલસાડ નાયબ DDOને માહિતી આયોગે10 હજારનો દંડ ફટકાર્યો

વલસાડ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માહિતી અધિકારની જોગવાઇના પાલનમાં નિષ્ફળ

માંડવી તાલુકાના તત્કાલિન ટી઼ડીઓ અને અપીલ અધિકારી તથા હાલના વલસાડના ડેપ્યુટી ડીડીઓને ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનરે જે તે વખતે ફરજકાળ દરમિયાન માહિતી અધિકારની જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.અપીલ અધિકારીને દંડ ફટકારવાની આ પ્રથમ ઘટના હોવાનું મનાઇ રહ્યું છે.

આ ઘટનાથી સરકારી બેડામાં ભારે ચર્ચા ઉઠી હતી.ગુજરાત માહિતી આયોગ કમિશ્નર કચેરી દ્વારા આ કેસ અંગેની વિગત મુજબ સુરતના ઉત્રાણ હાઉસની સામે સિલ્વર અમ્પાયરમાં રહેતાં મિતુલ નાવડીયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિરપોર ગ્રામ પંચાયતમાં 1-4-2015થી આજદીન સુધીની સામાન્ય સભાની ઠરાવ બુક તથા એજન્ડા બજવણીનુ રજીસ્ટર અને સામાન્ય સભામાં હાજર રહેલાં સભ્યોના હાજરીના રજીસ્ટરની નકલો વગેરેની આરટીઆઇ હેઠળ માહિતી માંગી હતી. જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદામાં વિવાદીને માહિતી કે નિર્ણય નહીં આપતાં 11 ડિસેમ્બર 2020 રોજ પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી હતી.

સમય મર્યાદામાં નિ્ર્ણય નહીં થતાં વિવાદીએ આયોગમાં 7-6-21ના રોજ બીજી અપીલ કરી હતી. આ અપીલમાં આયોગે 9-8-21ના રોજ હુકમ કરીને પ્રથમ અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલનો 30 દિવસમાં નિર્ણય કરવા જણાવ્યું હતું. આ હુકમ છતાં પ્રથમ અપીલ અધિકારી દ્રારા કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હતો.આ અપીલ રિઓપન કરવામાં આવી હતી.ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુએ હુકમમાં નોંધ્યું હતું કે, આયોગ સમક્ષની સુનાવણી દરમિયાન વિવાદીની રજૂઆત મુજબ 4-નવેમ્બર 2020ની અરજી સંદર્ભે સમયમર્યાદામાં કોઇ જ માહિતી તેઓને પુરી પાડવામાં આવી નથી કે પ્રથમ અપીલ અરજી સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી, માંડવી દ્વારા પ્રથમ અપીલની સુનાવણી કરવામાં આવી ન હતી.

ગુજરાત માહિતી આયોગના 9 ઓગષ્ટ 2021ના રિમાન્ડ હુકમથી વિવાદીને સાંભળીને પ્રથમ અપીલને 30 દિવસમાં નિર્ણય કરવા આદેશ આપ્યો હોવા છતાં સુનાવણી આપી નથી. જાહેર માહિતી અધિકારી દ્વારા 30 જૂન 2021ના પત્રથી કેટલીક વિગતો મોકલી હતી છે, પરંતુ તે મુદ્દાસર નથી. માત્ર આપવા ખાતર કેટલીક માહીતી આપી છે.આ દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરવા અને આદેશ મળ્યાના 15 દિવસમાં જમા કરાવવાની રહેશે. જેની નકલ વલસાડ ડીડીઓને મોકલવામાં આવી છે.

માહિતી આયોગના આ કેસમાં માંડવી તાલુકાના તત્કાલિન પ્રથમ અપીલ અધિકારી અને હાલ વલસાડ ડે.ડીડીઓ ડી.જે. વસાવાને જોગવાઇઓનું પાલન કરવામાં તેઓ નિષ્ફળ જવા બદલ આ હુકમ કર્યો છે. આમ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ દરમિયાન અરજદારને માહિતી અધિકાર હેઠળ સમયમર્યાદામાં માહિતી પૂરી ન પાડવા બદલ અધિકારીને કમિશ્નરે દંડ ફટકાર્યો છે.

માંડવીથી બઢતી સાથે વલસાડ નાયબ ડીડીઓ 6 માસ પહેલા નિયુક્ત થયા હતા
આ અંગે વલસાડ ડીડીઓ મનિષ ગુરવાનીએ દિવ્ય ભાસ્કરે પૂછતાં જણાવ્યું હતું કે,ડેપ્યુટી ડીડીઓ વસાવા જ્યારે માંડવીમાં ટીડીઓ હતા તે વખતનો આ કેસ છે,ત્યારબાદ તેઓ 6 માસ પહેલા જ વલસાડ જિ.નાયબ ડીડીઓ તરીકે આવ્યા હતા.આ કેસ અંગે આયોગ કમિશ્નરે દંડની કાર્યવાહીનો હુકમ કર્યો છે જેની નકલ અત્રે અમોને મળી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment