કાર્યક્રમ:પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત હલધર પુરસ્કાર કચ્છના ખેડૂતને એનાયત - Alviramir

કાર્યક્રમ:પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત હલધર પુરસ્કાર કચ્છના ખેડૂતને એનાયત

ભુજ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ મંત્રીના હસ્તે કરાયું સન્માન

દેશમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉમદા કામગીરી બદલ કચ્છના કિસાન અગ્રણી મનોજભાઈ સોલંકીનું રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત ‘હલધર’ એવોર્ડ એનાયત કરાયો હતો. દિલ્લી ખાતે આઇસીએઆરના 94મા સ્થાપના દિન નિમિતે તેઓનું કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રિય પશુપાલન મંત્રી પરષોતમ રૂપાલાના હસ્તે સન્માન કરાયું હતું. આઈસીએઆરના મહાનિર્દેશક ત્રિલોચન મહાપાત્ર હાજર રહ્યા હતા. અન્ય 50થી વધારે ખેડૂતો, ખેત વૈજ્ઞાનિકોનું વિવિધ સિદ્ધિ બદલ સન્માન કરાયું હતું. હલધર એવોર્ડ માટે કુલ 39 લોકોને દેશભરમાંથી પસંદ કરાયા હતા. જેમાથી માત્ર 2 ખેડૂતોને આ સન્માન અપાયું હતું.

ગુજરાતમાંથી સોલંકીભાઈની એકમાત્ર કિસાનની વર્ષ 2021માં પસંદગી કરાઇ હતી. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધનીય કામગીરી લાંબા સમયથી કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે ત્યારે મનોજભાઇ છેલ્લા 22 વર્ષથી પ્રકૃતિક (સજીવ ખેતી) કરી રહ્યા છે સાથે વિવિધ પ્રકારના ખાતરો અને જંતુરોધકોનું નિર્માણ કરી ટેકનિકલ રીતે તેઓ ખૂબ સફળ થયા છે. તેમજ આ બધું માત્ર પોતા સુધી સીમિત ન રાખતા 3000થી વધારે લોકોને આવી ખેતીનું માર્ગદર્શન આપી ચૂક્યા છે. ખેતીની સાથે મૂલ્યવાર્ધનનું પણ આદર્શ મોડેલ તેમણે સમાજ સમક્ષ મૂક્યું છે. દેશી ગાયોના ઉત્થાન માટે પણ તેઓ સારું કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment