કાર્યવાહી:કપચી ભરેલા બે ડમ્પર સીઝ કરતા મામલતદાર - Alviramir

કાર્યવાહી:કપચી ભરેલા બે ડમ્પર સીઝ કરતા મામલતદાર

વડીયા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વડિયામાં મામલતદારની કાર્યવાહી બાદ પોલીસ અને ખાણખનીજ વિભાગ પગલા લેવા મજબુર બન્યું

વડીયા પંથકમા ભુમાફિયાઓ બેફામ છે ત્યારે અહીના નવનિયુકત મામલતદારે આજે શહેરમાથી ગેરકાયદે દોડતા કપચી ભરેલા બે ડમ્પર ઝડપી લઇ આ અંગે પોલીસ અને ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કર્યો હતો. આ વિસ્તારમા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ રેતી, માટી અને કપચીની બેફામ ગેરકાયદે હેરાફેરી ચાલી રહી છે.

જો કે વડીયામા નવા નિમાયેલા મામલતદાર નારણભાઇ ખોડભાયાએ આવા રેત માફિયાઓ સામે લાલ આંખ કરી છે. પોલીસ કે ખાણ ખનીજના કોઇપણ ડર વગર આજે ગેરકાયદે કપચી ભરેલા બે ડમ્પર વડીયામાથી પસાર થતા હતા ત્યારે મામલતદારે તેને અટકાવી સીઝ કર્યા હતા.

બંને ડમ્પર ચાલક પાસે કોઇ પાસ પરમીટ કે રોયલ્ટીના કાગળો ન હતા. મામલતદારે આ બંને ડમ્પરને પોલીસના હવાલે કર્યા હતા અને ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ પણ કર્યો હતો. આ બંને તંત્ર આવી ગેરકાયદે હેરાફેરી સામે કોઇ કાર્યવાહી કરતુ નથી. પરંતુ હવે મામલતદારની કાર્યવાહી બાદ બંને તેની સામે કાર્યવાહી કરવા મજબુર થશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment