કાર્યવાહી:ગેરતનગર કારમાંથી 900 લીટર દેશીદારૂના જથ્થા સાથે 2 પકડાયા - Alviramir

કાર્યવાહી:ગેરતનગર કારમાંથી 900 લીટર દેશીદારૂના જથ્થા સાથે 2 પકડાયા

વહેલાલ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • બુટલેગરો નિર્ભયતાથી વધુ દેશીદારૂ અમદાવાદ મોકલે છે
  • નડિયાદથી ઇસનપુર જથ્થો લઈ જતા હતા, 3 દિવસ પૂર્વે આજ જગ્યાએથી નડિયાદથી લવાયેલ 510 લીટર દારૂ પકડાયો હતો

ગેરતનગર પાસે નડિયાદથી અમદાવાદ કારમાં લાવેલ 900 લીટર દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને વિવેકાનંદ નગર પોલીસે પકડી પાડી બે વોન્ટેડને પકડવા તજવીજ હાથધરી છે.અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે નડિયાદથી આજ માર્ગ પર આજ સ્ટાઈલથી કારમાં દેશી દારૂનો 510 લીટર દારૂ ગેરતનગર પાસેથી પોલીસે પકડેલ છતાં બુટલેગરો નિર્ભયતાથી વધુ દેશીદારૂ અમદાવાદ શહેરમાં મોકલી રહ્યા છે.

વિવેકાનંદ નગર પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે પર સફેદ કલરની હુંડાઈ કારમાં દેશીદારૂનો જથ્થો આવી રહ્યો છે.બાતમી મુજબ વોચ ગોઠવતા સફેદ કલરની કાર વડોદરા અમદાવાદ એકસપ્રેસ વે રાજકોટ એકીઝટ કટ પાસે આવી હતી કારને ઉભી રહેવા ઈશારો કર્યો પણ ઉભી નહિ રહેતા સ્પીડમાં ભાગી હતી.પોલીસે પીછો કરતા ગેરતનગર ટોલ નાકા પાસે ઉભી રાખી હતી.તપાસ કરતા ત્રણ ત્રણ લીટર દેશી દારૂની 300 કોથળીમાં 900 લીટર 18000 નો દારૂ સાથે બે ઈસમો પકડાયા હતા તેઓની પાસેથી 500 નો એક મોબાઈલ અને 5 લાખની કાર એમ 518500 નો મુદામાલ કબ્જે લેવાયો હતો.

કારમાંથી પકડાયેલા કરશન ચીમનભાઈ તળપદા તેમજ સુનિલ રમેશભાઈ તળપદા બંનેની પૂછપરછ કરતાં જણાવ્યું કે આ જથ્થો નડિયાદના દિલીપ તળપદાએ અમદાવાદ ઇસનપુરના સેજલબેન ચુનારાને પહોંચાડવા લઈ આવ્યા છીએ.આમ બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથધરી વોન્ટેડને પકડવા તજવીજ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment