કાર્યવાહી:ચાણસ્માના ધાણોધરડા નજીક દારૂનું કટિંગ કરતાં 2 ઝડપાયા - Alviramir

કાર્યવાહી:ચાણસ્માના ધાણોધરડા નજીક દારૂનું કટિંગ કરતાં 2 ઝડપાયા

ચાણસ્મા5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે 90 હજારનો દારૂ ,કાર, બાઈક, 3 મોબાઈલ મળી રૂ.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,2 શખ્સો ફરાર

ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક બુટલેગરો દ્વારા પરપ્રાંતીય દારૂનું કટિંગ કરાઈ રહ્યું હોવાની ખાનગી બાતમી મળતાં ચાણસ્મા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી કાર(જીજે 24 એ 2746)માં અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 693 બોટલ કિં.90995, બાઈક (જીજે 02 એકયુ 6255) ૩ મોબાઈલ કુલ 6,33,995ના મુદ્દામાલ સાથે રોહિતજી નટુજી ઠાકોર રહે.ધાણોધરડા અને સંજયસિહ કિર્તીસિંહ બાલુજી રહે.ધાણોધરડાની ધરપકડ કરાઈ હતી. જ્યારે સંજયજી નટુજી હલુજી અને રોહિતજી મેરૂજી ઝાલા ભાગી ગયા હતા. ચાણસ્મા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પીઆઇ આરએસ વસાવાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment