કાર્યવાહી:જંબુસરમાં બોરસદથી 34 પશુ ભરી ભરૂચ આવતી ટ્રક-ટેમ્પો ઝડપાયાં - Alviramir

કાર્યવાહી:જંબુસરમાં બોરસદથી 34 પશુ ભરી ભરૂચ આવતી ટ્રક-ટેમ્પો ઝડપાયાં

ભરૂચ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભરૂચની એક હોટલ ખાતે પશુઓ પહોંચાડવાના હતાં

જંબુસરની ડાભા ચોકડી પાસેથી પોલીસની ટીમે પશુઓની હેરાફેરી કરતી એક ટ્રક તેમજ એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો. બન્ને વાહનોમાંથી કુલ 34 પશુઓને બચાવી પોલીસે કરજણ પાંજરાપોર ખાતે મોકલી આપ્યાં હતાં. પ્રાથમિક પુછપછરમાં તેઓ બોરસદથી પશુઓ લાવી ભરૂચની એક હોટલ ખાતે લઇ જઇ રહ્યાં હોવાનું કબુલ્યું હતું. જંબુસર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટ્રક અને ટેમ્પોમાં પશુઓની હેરાફેરી થઇ રહી છે.

જેના પગલે તેમણે ડાભા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ચોક્કસ બાતમી મુજબની એક ટ્રક તેમજ આઇશર ટેમ્પો ત્યાં આવતાં પોલીસે બન્નેને અટકાવતાં ટેમ્પો ચાલકત્યાંથી નાસી છુટ્યો હતો. જ્યારે 3 જણાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ટીમે ટ્રક તેમજ ટેમ્પોની તલાશી લેતાં તેમાં કુલ 34 ભેંસને કૃરતાપુર્વક બાંધી હોવાનું જણાયું હતું. ઉપરાંત પશુઓ માટે ઘાસચારો કે પાણી સહિતની અન્ય કોઇ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જેના પગલે પોલીસે તમામ પશુઓને તાત્કાલિક કરજણ ખાતેના પાંજરાપોળમાં મુક્ત કરાયાં હતાં.

જ્યારે આરોપીઓની પુછપરછ કરતાં તેમના નામ અલ્તાફ ફિરોજ દિવાન રહે. પાલેજ, અફજલ અકબર ટોપીવાલા તેમજ ઇશાક મુસા બંધુકિયા બન્ને રહે વલણ હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત નાસી ગયેલાં ટેમ્પો ચાલકનું નામ સલીમ મઠીયા (રહે. વલણ) હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે કબુલ્યું હતું કે, તેઓએ બોરસદથી પશુઓ ભર્યાં હતાં. જે ભરૂચની એક હોટલ ખાતે પહોંચાડવાના હતાં. ઘટનાને પગલે જંબુસર પોલીસે ગુનો નોંધી પશુઓ તેમજ બે વાહનો મળી કુલ 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય વિરૂદ્ધ પશુ કૃૃરતા નિવારણ અધિનીયમની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment