કાર્યવાહી:જામનગરમાં જુગારના 8 દરોડા; 4 મહિલાઓ સહિત 32 ઝબ્બે, એક ફરાર - Alviramir

કાર્યવાહી:જામનગરમાં જુગારના 8 દરોડા; 4 મહિલાઓ સહિત 32 ઝબ્બે, એક ફરાર

જામનગર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે પટ્ટમાંથી રૂા. 68 હજાર ઉપરાંતની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો, એક ફરાર

જામનગર શહેરના શંકરટેકરી, દેવુભાના ચોક સહિત તાલુકાના જામજોધપુર, જાંબુડા, બજરંગપુરમાં પોલીસે વર્લીમટકા સહિત રોનપોલીસના જુગાર પર ઘોંસ બોલાવતા ચાર મહિલા સહિત 28 પુરૂષોને ઝડપી પાડી પોલીસે રૂા. 68 હજાર ઉપરાંતનો રોકડ અને મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, આ કાર્યવાહીમાં એક શખસ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામે રામદેવપીરના મંદીરની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા ગૌતમ બાબુભાઇ સોલંકી, કમા ગોવિંદભાઇ હીરાણી, સંજય મનુભાઇ પરમાર, મનુ દેવાભાઇ ખીમસુરીયા, પ્રકાશ દેવાભાઇ ખીમસુરીયા, ઉકા મેઘાભાઇ ખીમસુરીયા અને જીવણ રામભાઇ ભાનને પોલીસે રાેકડ રૂા. 10230 સાથે પકડી પાડી ગુનાે દાખલ કર્યો છે.

બીજા દરોડામાં શહેરના શંકરટેકરી હુસેની ચોકમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાવી રહેલ એજાજ જહુર મલેક નામના શખસને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂા. 10300 સાથે પકડી કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા દરોડામાં જામજોઘપુર-ગીંગણી જકાત નાકા પાસે જાહેર રોડ પર વર્લીના આંકડા લખતા ખાલીદ હુશેન કટારીયા નામના શખસને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂા. 650 સાથે પકડી પાડી અન્ય શખસ રફીક કાદર કટારીયાને ફરાર જાહેર કર્યો છે.

ચોથા દરોડામાં જામજોધપુર લીમડા ચોક પાસે જાહેર રોડ પર વર્લી મટકાના આંકડા લખતા બસીર અહેમદ સમાને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂા. 860 સાથે પકડી પાડી ગુનાે દાખલ કર્યો છે. પાંચમા દરોડામાં જામજોધપુરના સતાપર ગામમાં ખુલ્લા પટમાં તીનપતીનો જુગાર રમી રહેલા રસીક કુંભાભાઇ સરવૈયા, શારદાબેન ગગુભાઇ ડાભી, શોભનાબેન રસીકભાઇ સરવૈયા, રેખાબેન વીરમભાઇ પાટડીયા, ઉજીબેન દિનેશભાઇ ધધુકીયાને પોેલીસે રોકડ રૂા. 2860 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

છઠા દરોડામાં જામજોધપુર ગીરીરાજ હોટલ પાસે વર્લીના આંકડા લખતા અમીત ઉર્ફે લાલો કાંતીલાલ દેલવાડીયાને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂા. 860 અને મોબાઇલ મળી કુલ રૂા. 7830ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. સાતમા દરોડામાં જામનગર શહેરના દેવુભાના ચોકની બાજુમાં કરશનભાઇના ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાનાે જુગાર રમતા પ્રવિણ હીરજી રાઠોડ, નવીન ભીમજી ચાવડા, કુલદીપ અશ્વિન ચૌહાણ, વિજય નવીન ચાવડા, પૂર્વેશ હેમતભાઇ રાઠોડ, વીશાલ જીતેન્દ્રભાઇ ચુડાસમા, ભાવેશ ચંદ્રકાન્તભાઇ ચાવડા અને શ્યામ અનિલભાઇ ધધુકીયાને પોલીસે ઘોડીપાસા તથા રોકડ રૂા. 26100 સાથે પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આઠમા દરાેડામાં જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં જાહેરમાં રોનપોલીસનો જુગાર રમી રહેલા પ્રવિણ મગનભાઇ સદાબીયા, રામજી ધનજી ચાંગાણી, કારૂ હંસરાજભાઇ વઠુરૂકીયા, મગન મોહન બોરસદીયા, ભરત મગનભાઇ સદાબીયા, રંજાક કરીમ ફકીર, વિનોદ હસરાજભાઇ વઠુરૂકીયા અને કિશોર શાંતીલાલ ઠાકોરને રોકડ રૂા. 10,210 સાથે પોલીસે ઝડપી લઇ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment