કાર્યવાહી:બોગસ બિલિંગ પ્રકરણે અગાસી પરનું ગેરકાયદે બાંધકામ હટાવ્યું - Alviramir

કાર્યવાહી:બોગસ બિલિંગ પ્રકરણે અગાસી પરનું ગેરકાયદે બાંધકામ હટાવ્યું

ભાવનગર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 260/2 ની નોટિસ આપ્યા પહેલા જ બાંધકામ હટાવ્યું
  • ​​​​​​​નવાપરાના ​​​​​​​ફ્લેટનું કમ્પ્લિશન અગાસી પરના ગેરકાયદેસર બાંધકામને કારણે અટક્યું છે, તાત્કાલિક ફાયર NOC મેળવ્યુ

શહેરના નવાપરામાં બોગસ બિલિંગ મામલે સીજીએસટીના અધિકારીઓ પર હુમલા બાદ કોર્પોરેશન દ્વારા પણ અગાસી પર કરેલા ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ આપતાં બાંધકામકર્તા દ્વારા જ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવવાનું શરુ કર્યું અને મોટાભાગનું ઉતારાવી લેવામાં આવ્યું છે.

શહેરના નવાપરા ખાતે આવેલા ફલેટની અગાસીમાં બોગસ બિલિંગના મામલે તપાસ માટે ગયેલા સીજીએસટીના અધિકારીઓ ઉપર હુમલો કરવાના બનાવ બાદ દરેક સરકારી ડિપાર્ટમેન્ટે તવાઈ બોલાવતા કોર્પોરેશન દ્વારા પણ મેદાનમાં આવ્યું હતું અને ગત તા.15મી જુલાઈના રોજ નવાપરા મંગલ સિંહના ડેલા ખાતે બનાવેલા ફલેટની અગાશી પર ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે ગુજરાત ડેવલોપર્સ ભાગીદારી પેઢીને ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા 260/1 ની નોટીસ આપી હતી. અને કોર્પોરેશન દ્વારા હજુ 260/2ની નોટિસ આપે તે પૂર્વે જ દબાણકર્તાઓ દ્વારા ફ્લેટના એ બી અને ડી વિંગમાં કન્ટેનર, શેડ સહિતના ગેરકાયદેસર બાંધકામને હટાવવાનું શરૂ કર્યું છે. મોટાભાગનો ગેરકાયદેસર બાંધકામ આજે સાંજ સુધીમાં દૂર કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવાપરા મંગળસિંહના ડેલામાં બનાવેલા બાગે રસુલ ફ્લેટનું કમ્પ્લિશન માટેની અરજી ત્રણેક મહિના પૂર્વે કોર્પોરેશનમાં કરી હતી પરંતુ. અગાસી પર ગેરકાયદેસર બાંધકામને કારણે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા કમ્પ્લિશન આપવામાં આવ્યું નથી. ફ્લેટમાં તાત્કાલિક ફાયર એન.ઓ.સી. પણ મેળવવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment