કાર્યવાહી:ભાટમાં કરોડોની જમીન પચાવવા અસામાજિક તત્ત્વોએ ફાયરિંગ કર્યું - Alviramir

કાર્યવાહી:ભાટમાં કરોડોની જમીન પચાવવા અસામાજિક તત્ત્વોએ ફાયરિંગ કર્યું

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

જમીનોના ભાવ આસામાને પહોંચી જતા છેતરપિંડી અને ગેરકાયદેસર કબ્જો કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભાટમા કરોડો રૂપિયાની જમીન ઉપર 50 જેટલા શખ્સોએ ગેરકાયદેસર ઘુસીને ફાયરીંગ કર્યુ હતુ. આ બનાવને લઇને અડાલજ પોલીસ મથકે જાણ કરવામા આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ભાટ ગામમા આવેલી કરોડો રૂપિયાની જમીનમાં 50 જેટલા ભૂમાફિયાઓ ઘુસી ગયા હતા. આ બનાવને લઇને જમીન માલિકને ખબર પડતા જમીન ઉપર પહોંચી ગયા હતા. એપોલો હોસ્પિટલ સામે આવેલી જમીનમાં અસામાજિક તત્વો પ્રવેશી ગયા હતા.

જ્યારે આ બાબતે જમીન માલિકને જાણ થતા જમીન ઉપર પહોંચ્યા હતા. જ્યાં જમીન માલિકને ઢોર માર મારવામા આવ્યો હતો. ત્યારે જમીન માલિકના ભત્રીજા ઉત્પલ પટેલે કહ્યુ હતુ કે, પોલીસે કોઇ જ પ્રકારને સહયોગ આપવામા આવ્યો ન હતો. જ્યારે દિવ્ય ભાસ્કરે પણ આ બાબતે અડાલજ પીઆઇનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment