કાર્યવાહી:શહેરના દંપતિ સાથે 5.86 લાખની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો - Alviramir

કાર્યવાહી:શહેરના દંપતિ સાથે 5.86 લાખની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચશ્માની દુકાન શરૂ કરવા હાથ ઉછીની રકમ લીધા બાદ નાસી ગયો હતો

ડીસાના એક શખ્સે અમરેલીના દંપતિને વિશ્વાસમા લઇ રૂપિયા 5.86 લાખની રકમ હાથ ઉછીની લીધા બાદ પરત નહી ચુકવી છેતરપીંડી આચર્યાના કેસમા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. છેતરપીંડીની આ ઘટના અમરેલીમા પ્રાર્થના ફિટનેશ જીમ ચલાવતા કેતકીબેન નિતેશભાઇ રાઠોડ અને તેના પતિ નિતેશભાઇ રાઠોડ સાથે બની હતી.

જયાં ડીસામા ચંદ્રલોક સોસાયટીમા રહેતો અને હાલમા અમરેલીમા રહેતો જીતેન્દ્ર અમૃતલાલ મહેતા નામનો શખ્સ કસરત કરવા આવતો. વર્ષ 2018મા તેણે તેના પતિ પાસેથી ચશ્માની દુકાનનો ધંધો કરવા રૂપિયા બે લાખ અને ત્યારબાદ રૂપિયા 3.86 લાખ મળી કુલ 5.86 લાખ હાથ ઉછીના લીધા હતા. જે તેણે એક વર્ષમા પરત આપી દેવાનો વાયદો કર્યો હતો.

આ શખ્સે અત્યાર સુધી આ રકમ પરત નહી આપી છેતરપીંડી આચરી હોય આખરે કેતકીબેન રાઠોડે આ અંગે તેની સામે સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સને સીટી પોલીસે ડીસામાથી ઝડપી લીધો હતો. પીએસઆઇ પી.વી.સાંખટ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment