કુદરતી આપત્તિ અંગેનો વર્કશોપ યોજાયો:આગાખાન એજન્સી ફોર હેબિટાટ સંસ્થા દ્વારા બાયોડાયવર્સિટી અને ક્લાયમેટ ચેન્જ વિષય પર લોકોને માહિતી આપી - Alviramir

કુદરતી આપત્તિ અંગેનો વર્કશોપ યોજાયો:આગાખાન એજન્સી ફોર હેબિટાટ સંસ્થા દ્વારા બાયોડાયવર્સિટી અને ક્લાયમેટ ચેન્જ વિષય પર લોકોને માહિતી આપી

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તાજેતરમાં 10 ગામોમાં 16 હજાર ફળાઉ રોપાનું વિતરણ

આગાખાન એજન્સી ફોર હેબિટાટ સંસ્થા છેલ્લા છ માસથી પોરબંદર તાલુકાના દરિયાકાંઠે આવેલા કુદરતી આપત્તિઓનું જોખમ ધરાવતા 10 ગામોમાં કાર્યરત છે. સંસ્થા દ્વારા પોરબંદર ખાતે બાયોડાયવર્સિટી અને ક્લાયમેટ ચેન્જ પ્રોજેક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુદરતી આપત્તિઓનું જોખમ ઘટાડવા અંગે લોક-જાગૃતિ માટે શેરી-નાટકનું આયોજન
જળવાયુ પરિવર્તન, જૈવ-વિવિધતા અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી કુદરતી આપત્તિઓનું જોખમ ઘટાડવા અંગે લોક-જાગૃતિ માટે શેરી-નાટકનું આયોજન ઉપરાંત વોલ-પેઈટિંગ્સ પણ કરવામાં આવેલ છે. લોકભાગીદારી થકી આપત્તિ વ્યવસ્થાપનની સમજ, સર્વેક્ષણ દ્વારા જૈવ વિવિધતા, આર્થિક,સામાજિક,શૈક્ષણિક, સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિઓનું મૂલ્યાંકન કરી સંસ્થા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પવનથી રક્ષણ મેળવવા વૃક્ષો કુદરતી દિવાલનું કામ કરે
કાર્યશિબિરમાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી નરેશ સાધુએ જણાવ્યું હતું કે, જળવાયું પરિવર્તનના કારણે ઉદભવતી કુદરતી આફતોનું પ્રમાણ દિવસો દિવસે વધી રહ્યું છે. કુદરતી આફતોના કારણે લોકોના ધંધા-રોજગાર પર માઠી અસર જોવા મળતી હોય છે, તેમજ ખેત પેદાશોનો જથ્થો અને ગુણવત્તામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડી.સી.એફ વન વિભાગ પોરબંદર ડિવિઝનના ડી જે પંડયાએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પવનથી રક્ષણ મેળવવા વૃક્ષો કુદરતી દિવાલનું કામ કરે છે. વન નાબૂદીના કારણે ખારા પવનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. જેની સીધી અસર ખેત પેદાશો પર જોવા મળી રહી છે.​​​​​​​

કુદરતી આપતિઓનું જોખમ કઈ રીતે ઘટાડી શકાય
​​​​​​​
કલાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના તકનીકી સલાહકાર શ્વેતલ શાહે જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે ઉદ્ધવતી સમસ્યાઓને સ્વીકારવી પડશે. કુદરતી સંશાધનોનો મહત્તમ ઉપયોગ કરી કુદરતી આપતિઓનું જોખમ કઈ રીતે ઘટાડી શકાય તે અંગે જાગૃત થવાની જરૂર છે. કાર્ય શિબિરમાં પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશન ફોર ઈકોલોજીલ સેક્યુરિટીના હિમાની શર્મા અને રાહુલ તાલેગાંવકર,ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટના વિજેન્દ્ર, રેખા વરિયા અને રણજીત ઓડેદરા, ક્લાયમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર તરફથી શ્વેતલ શાહ, આગાખાન એજન્સી ફોર હેબિટાટના મધુકર સનપ અને સંતોષકુમાર ચર્ચામાં સહભાગી થયા હતા.

ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન-સમસ્યા અને તેના ઉકેલ” વિષય પર વિસ્તૃત ચર્ચા કરી
નિષ્ણાતોએ “ક્લાયમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન-સમસ્યા અને તેના ઉકેલ” વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ઓલ ઈન્ડિયા ડિઝાસ્ટર મિટીગેશન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર મિહિર ભટ્ટ વિડીયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા. ઉપરાંત કાર્યશિબિરમાં તમામ પ્રોજેક્ટ ગામોના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો, ભારતીય નૌ-સેનાના અધિકારીઓએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈન્ડિયા સંસ્થાના ક્લાઈમેટ ચેન્જ, બાયોડાયવર્સિટી અને ઇકો-સિસ્ટમ આધારિત ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પ્રોજેકટનું અમલીકરણ કલાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને વન વિભાગ સાથે વ્યૂહાત્મક ભાગીદારી થકી કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment