કુદરતી આફતે પરણિત યુવકનું મોત:હિંમતનગરના નવલપુરમાં ​​​​​​ઢોર ચરાવવા ગયેલ યુવાન પર વીજળી પડતા મોત, પરિવાર શોકમાં ગરકાવ - Alviramir

કુદરતી આફતે પરણિત યુવકનું મોત:હિંમતનગરના નવલપુરમાં ​​​​​​ઢોર ચરાવવા ગયેલ યુવાન પર વીજળી પડતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • ગામના તલાટી ઘટના સ્થળે પહોચી પંચનામું કરી તાલુકા પંચાયત કચેરી જાણ કરી હતી

ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. દરમિયાન સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના નવલપુર ગામના પરણિત યુવાનનું ઢોર ચરાવવા ગયેલ દરમિયાન વીજળી ત્રાટકતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે તલાટીએ પંચનામું કરીને તાલુકા પંચાયતમાં જાણ કરી હતી અને હિમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગામના તલાટી ઘટના સ્થળે પહોચી પંચનામું કરી તાલુકા પંચાયત કચેરી જાણ કરી હતી
નવલપુર ગામે રહેતા પ્રભાતભાઈ રબારીના મોટા દીકરો 27 વર્ષીય સંજય રબારી જેનું લગ્ન એક વર્ષ પહેલા થયું હતું. શનિવારે સંજય રબારી ઢોર ચરાવવા ગામની સીમમાં આવેલ બાવાના તળાવ નજીક ગયો હતો ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. દરમ્યાન વીજળી પડતા પરણિત યુવાન સંજય પર વીજળી પડી હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે ગામમાં પરિવારજનને જાણ કરી હતી. ગ્રામજનો ઘટના સ્થળે પહોચી સંજયના મૃતદેહને ઘરે લાવ્યા હતા જ્યાં પરિવારજનોએ રોક્કળ મચાવી દીધી હતી. ઘટના અંગે ગામના તલાટી ઘટના સ્થળે પહોચી પંચનામું કરી તાલુકા પંચાયત કચેરી જાણ કરી હતી.

પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને હિમતનગર સિવિલમાં ખસેડાયો
આ અંગે નવલપુરના તલાટી બીપીન સુથાર અને હિમતનગ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ કોમલ રાઠોડે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચી પંચનામું કરીને તાલુકા પંચાયત કચેરી જાણ કરી હતી તો પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને હિમતનગર સિવિલમાં ખસેડાયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

૧૦ પશુઓનું વળતર ચૂકવી દેવાયું
જીલ્લામાં પશુ મોત અત્યાર સુધીમાં ૧૫ પશુઓના મોત નીપજ્ય છે ૧૦ કેસમાં ૨ લાખ ૮૧ હજારની રકમ તંત્ર ધ્વારા ચૂકવી દેવામાં આવી છે ત્યારે ત્રણ પશુ મૃત્યુના કેસ ના મંજુર થયા અને બે કેસમાં નિર્ણય બાકી છે.

પોશીનાના દેમતી ગામે પાણીમાં ડૂબી જતા આધેડને ચાર લાખ વળતર ચૂકવાયું
​​​​​​​
સાબરકાંઠા જિલ્લાના અંતરીયાળ આદિજાતી વિસ્તાર એવા પોશીના તાલુકાના દેમતી મેરા ફળીયાના ૫૨ વર્ષિય લાડુભાઇ જોરાભાઇ પરમાર રાતે ગામમાં દુકાને ઘરનો કોઇ સામાન ખરીદવા ગયા હતા. ઘરે પરત ફરતા સમયે તેમનો પગ લપસતા તેઓ વાંઘાના(નાડિયા) ભારે પાણીમાં તણાઇ જતાં તેમનુ આકસ્મિક મૃત્યુ થયું હતું. સરકાર દરેક મુશ્કેલીમાં નાગરીકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર ચાર જ દિવસમાં લાડુભાઇના પત્નિને સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ દ્રારા ચાર લાખની સહાયનો ચેક ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment