કૃષિ વિશેષ:ભાવનગર જિલ્લામાં 39 ટકા વરસાદે 80 ટકા વિસ્તારમાં વાવેતર - Alviramir

કૃષિ વિશેષ:ભાવનગર જિલ્લામાં 39 ટકા વરસાદે 80 ટકા વિસ્તારમાં વાવેતર

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં 240 મી.મી. વરસાદ સામે 3,53,900 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયુ
  • કપાસનું વાવેતર 2 લાખ હેકટરથી વધી ગયુ

ભાવનગર જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 240 મી.મી. એટલે કે ચોમાસાની સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ના 39.08 ટકા વરસાદ વરસી ગયો છે જ્યારે તેની સામે અત્યાર સુધીમાં જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 3,53,900 હેકટરમાં પૂર્ણ થઇ જતા કુલ વાવેતર 4,45,000 હેકટરના 79.53 ટકા વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આમ, વરસાદની ટકાવારીની તુલનામાં વાવેતર બમણાથી વધુ થઇ ગયું છે. હવે ગોહિલવાડ પંથકમાં અષાઢી વરસાદના પ્રથમ રાઉન્ડે વિરામ લીધો છે.

ભાવનગર જિલ્લામાં જુલાઇના આરંભથી જ સારા વરસાદ બાદ હવે કુલ વાવેતર 3,53,900 હેકટરમાં પૂર્ણ થઇ ગયું છે. જેમાં 2,00,700 હેકટર જમીનમાં વાવેતર સાથે કપાસ મુખ્ય છે. જ્યારે મગફળીનું વાવેતર 98,300 હેકટર જમીનમાં થયું છે. જ્યારે બાજરાનું વાવેતર 10,900 હેકટરમાં થયું છે.

આ વાવેતર થયા બાદ હવે જુલાઇ માસના આરંભથી જ સમગ્ર ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મહેર વરસાવી હવે પોરો ખાધો હોય ધરતીપુત્રો ખુશખુશાલ છે. ધીમી ધારે ભાવનગર જિલ્લામાં ખરીફ વવેતર માટે કાચા સોના જેવો વરસાદ વરસ્યો હતો. જે દર્શાવે છે કે આવો જ માહોલ રહેશે તો વર્ષ પાક માટે સારૂ જશે. જિલ્લામાં 39 ટકા વરસાદની સામે 80 ટકાથી વધુ વાવેતર થઈ ગયું છે.

ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ

કુલ સરેરાશ વરસાદ 617મી.મી.
આ વર્ષે વરસાદ 240 મી.મી.
વરસાદની ટકાવારી 39.08%

​​​​​​​ ​​​​​​​જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર

પાક વાવેતર
કપાસ 2,00,700 હેકટર
મગફળી 98,300 હેકટર
ઘાસચારો 32,000 હેકટર
બાજરો 10,900 હેકટર
તલ 3,100 હેકટર
શાકભાજી 3,400 હેકટર
મગ 2,600 હેકટર
તુવેર 900 હેકટર
અન્ય 1400 હેકટર
કુલ 3,53,900 હેકટર

(સોર્સ-ગુજરાત કૃષિ વિભાગ)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment