કેવી રીતે ભણશે ગુજરાત:રાજકોટમાં શિક્ષણ સમિતિની શાળા નંબર 47 અને 65માં છતમાંથી પાણી અને પોપડા પડે છે, ભૂલકાંઓના જીવ જોખમમાં - Alviramir

કેવી રીતે ભણશે ગુજરાત:રાજકોટમાં શિક્ષણ સમિતિની શાળા નંબર 47 અને 65માં છતમાંથી પાણી અને પોપડા પડે છે, ભૂલકાંઓના જીવ જોખમમાં

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Education Committee Schools Number 47 And 65 Have Water And Crusts Falling From The Roof, The Lives Of The Students Are In Danger.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં વિકાસ મોડલમાં સરકારી સ્કૂલ અને આરોગ્યને વિશેષ પ્રાધાન્ય અપાતુ હોય તેનાથી અંજાયને ભાજપ પણ આ રસ્તે વળ્યુ ખરા પણ જમીન પરની વાસ્તવિકતા શું છે એ રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની બે ખખડધજ શાળા પરપોટો ફોડી રહી છે. લક્ષ્મીનગરથી મવડી રોડ તરફ ન્યુ રાજકોટમાં આવેલી શાળા નં 47 અને 65 માં છતમાંથી પોપડા ખર્યા છે. એટલુ જ નહીં વરસાદ ચાલુ હોય ત્યારે છત ચીરીને પાણી કલાસ રૂમમાં પડે છે. બાળકો ઉપર આખી છત ધસી પડે તેવી દહેશત વચ્ચે ભૂલકાંઓનાં જીવ ઉપર સતત જોખમ રહે છે.

છતમાંથી પાણી પડે છે
ચોમાસાની ઋતુ શરુ થતા જ જૂના ખખડધજ બિલ્ડીંગમાં છતમાંથી પાણી પડવું અને પોપડા ખરવાની સમસ્યા સામે આવે છે ત્યારે રાજકોટની શિક્ષણ સમિતિની બે શાળા કે જ્યાં ક્લાસરૂમમાં છતમાંથી એટલું પાણી પડે છે કે બાળકોને બેસાડવા મુશ્કેલ છે. જેમાં આંગણવાડી બિલ્ડીંગમાં પણ પાણી પડવાની ગંભીર સમસ્યા છે. રાજકોટમાં સ્માર્ટ ક્લાસની વાતો વચ્ચે રાજકોટ મનપા શિક્ષણ સમિતિની શાળા નંબર 65માં છતમાંથી પાણી ટપકી રહ્યું 47 અને 65માં છતમાંથી પાણી ટપકી રહ્યું હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. બંન્ને શાળા જર્જરીત હોવાથી રિપેરિંગની તાત્કાલિક જરૂર છે.

8 જેટલી શાળાઓ જૂની છે
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળકોના 100% એનરોલમેન્ટનો ટાર્ગેટ આપવામાં આવે છે પરંતુ અમૂક શાળાઓના માત્ર બિલ્ડીંગ જર્જરિત હોવાને લીધે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાતા નથી. શિક્ષણ સમિતિની શાળા નં.47 અને 65 સહીત 8 જેટલી શાળાઓ જૂની છે, જ્યાં ચોમાસામાં પાણી પડવા જેવી સમસ્યા છે. જેથી ત્યાં રીપેરીંગની જરૂર છે. જોકે ચોમાસા બાદ શાળાઓનું રીનોવેશનકામ થતા સમસ્યા દૂર થઇ જશે તેવો દાવો શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત દ્વારા કરવામાં આવી રહ્યો છે.

તાત્કાલિક અસરથી રીપેર કરો
અકબરી શાળા નં.47 કે જે લક્ષ્મીનગર મેઈન રોડ પર મહાદેવવાડી પાસે આવેલ છે. જ્યાં સ્કૂલની બિલ્ડીંગની છતમાંથી લોખંડના સળિયા દેખાય છે તો વર્ગખંડ અને આંગણવાડીમાં પણ પાણી ભરાય છે. બાળકોને બેસાડતા પહેલા આંગણવાડીના બહેનોને પાણી દૂર કરવું પડે તેવી સ્થિતિ ઉદભવી રહી છે. ત્યારે સ્થાનિકો અને વાલીઓની માંગ છે કે આ શાળા નંબર 47 અને 65 જે જર્જરિત હાલતમાં છે તેને તાત્કાલિક અસરથી રીપેર કરવામાં આવે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment