કેશડોલનો અસ્વીકાર:દેવધા ગામના હળપતિ ફળિયું 20 વર્ષથી પૂરથી પ્રભાવિત થતું હોય સર્વ કરતી ટીમને તગેડી - Alviramir

કેશડોલનો અસ્વીકાર:દેવધા ગામના હળપતિ ફળિયું 20 વર્ષથી પૂરથી પ્રભાવિત થતું હોય સર્વ કરતી ટીમને તગેડી

નવસારી40 મિનિટ પહેલા

  • સ્થાનિકોની એકજ માંગ અમારા ઘર ઉંચા કરી આપો
  • 6 દિવસો પૂરમાં પસાર કર્યા સરકારે માત્ર 4 દિવસના પૈસા આપ્યા

નવસારી અને ઉપરવાસમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા પૂરની સ્થિતિ બનતા દેવધા ગામનું વલ્લભ ફળિયાનાં 150 ઘરો વધુ પર પ્રભાવિત થયા હતા. ત્યારે વલ્લભ ફળિયાનાં લોકો સરકારી કેશ ડોલની સહાય નહી, પણ સરકાર ઉંચા આવાસ બનાવી આપે એવી માંગણી કરી રહ્યા છે.

કેશડોલનો અસ્વીકાર કરી વિરોધ કર્યો
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી જિલ્લાની લોકમાતાઓમાં પૂરની સ્થિતિ બની હતી. જેમાં ગણદેવી અને ચીખલી તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ત્યારે અંબિકા નદીના કિનારે જ વસેલા દેવધા ગામના વલ્લભ ફળિયાનાં આદિવાસીઓના 150 ઘરોમાં 6 ફૂટથી વધુ પાણી ભરાતા સેંકડો લોકો પ્રભાવિત થયા હતા. જેમને તાત્કાલિક ગામની શાળામાં આશરો લેવો પડ્યો હતો, જ્યારે કેટલાક પોતાના ઘરના છાપરે ચઢી ગયા હતા. નદીની બાજુમાં જ રહેતા હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસીઓએ પુરનો સામનો કરવો પડે છે. વર્ષોથી આવાસની માંગ હોવા છતાં આવાસ ફાળવવા છતાં બનતા ન હોવાની ફરીયાદો છે. જેમાં પણ પૂરના પાણી ઓસર્યા બાદ સરકાર દ્વારા સર્વે કરી દેવધાના વલ્લભ ફળિયામાં કેશ ડોલ વિતરણ કરવા કર્મચારીઓ પહોંચ્યા હતા. જેનો આદિવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો, કારણ તેઓ 5 દિવસ પૂરમાં હતા અને એક દિવસ કાદવ કાઢવામાં ગયો હતો.

સરકાર આવાસ ફાળવે એવી માગ
પરંતુ તંત્ર દ્વારા 4 દિવસની સહાય અને તેપણ પ્રતિ વ્યક્તિ પ્રતિ દિનના 100 રૂપિયા પ્રમાણે સહાય આપવામાં આવી છે. એના કરતા સરકાર આવાસ ફાળવે અને એ પણ 4 થી 5 દાદર ઉંચા ઘર બને એવી માંગ આદિવાસીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment