કોંગ્રેસના આક્ષેપ:ભરૂચ પાલિકામાં 27 વર્ષના ભાજપના રાજમાં વિકાસ ગાંડો થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની ચીમકી - Alviramir

કોંગ્રેસના આક્ષેપ:ભરૂચ પાલિકામાં 27 વર્ષના ભાજપના રાજમાં વિકાસ ગાંડો થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની ચીમકી

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભરૂચ શહેર કોંગ્રેસે મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું

ભરૂચ શહેર કોંગ્રેસે 27 વર્ષના ભાજપના પાલિકામાં શાસનમાં વિકાસ ગાંડો થયો હોય અને ભ્રષ્ટાચાર પરાકાષ્ટાએ પહોંચ્યો હોવાના આક્ષેપ સાથે મુખ્ય અધિકારીને આવેદન આપ્યું છે.

વિરોધ કાર્યક્રમ આપવાની ચીમકી
શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપ સાથે આજે શહેરની પ્રજા અત્યંત ખરાબ રસ્તા અને ગંદકીની ભરમાર વચ્ચે સબળી રહી છે. ચોમાસામાં પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી ભાજપ શાસિત પાલિકાના શાસકોએ પ્રજાને નારકાગારમાં ધકેલી દીધા છે. ઠેર ઠેર તૂટેલા, ખાડામાં ગયેલા માર્ગો, ઉભરાતી ગટરો, સફાઈના અભાવના કારણે શહેરીજનોનું જીવવું મુશ્કેલ બન્યું હોવાનો સુર વ્યક્ત કરાયો છે. જો પાલિકા શહેરના તમામ રસ્તા, ડ્રેનેજોની કામગીરી અને સફાઈ હાથ ધરી તેને દુરસ્ત નહીં કરે તો શહેર કોંગ્રેસે આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ આપવાની ચીમકી આપી છે. આ વિરોધ કાર્યક્રમમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા અને આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment