કોન્ટ્રાક લેવા બાબતે બંદૂકના ભડાકા!:બાબરાના કલોરાણામાં સિક્યુરિટીના કોન્ટ્રાક લેવા બાબતે માથાકૂટ, 6 શખ્સોએ એક વ્યક્તિ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું - Alviramir

કોન્ટ્રાક લેવા બાબતે બંદૂકના ભડાકા!:બાબરાના કલોરાણામાં સિક્યુરિટીના કોન્ટ્રાક લેવા બાબતે માથાકૂટ, 6 શખ્સોએ એક વ્યક્તિ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમરેલી42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ફાયરિંગ ઉપરાંત હુમલો પર કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી
  • 6 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ

અમરેલીના બાબરા તાલુકાના કલોરાણા ગામ પાસે આવેલી પવનચક્કીમાં બે સબ ડીવીઝન આવેલા છે. જેમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. 6 શખ્સોએ એક વ્યક્તિ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેથી વ્યક્તિને ઈજા પહોંચી છે.
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
​​​​​​​
કલોરાણા ગામે તારીખ 15ની રાત્રે ઉદયભાઈ અશોકભાઈ ધાધલ સાથે મનદુઃખ રાખી 6 શખ્સોએ સિક્યુરિટીનો કોન્ટ્રાક લેવા બાબતે ગેરકાયદેસર મંડળી રચી કાવતરું રચી બંદૂકમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી ફરિયાદી ઉદયભાઈ અશોકભાઈ ધાધલને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આરોપી સતવિરભાઈ ધીરૂભાઇ ગીડા, પ્રતાપભાઈ ધીરૂભાઇ ગીડા, હરેશભાઇ ધીરૂભાઈ ગીડા, ધીરૂ ભાઈ ટપુભાઇ ગીડા આ ચારેય રહેવાસી જસદણ, મંગલુભાઈ ભીખુભાઇ ગોવાળીયા રે વજેલી તાલુકો બોટાદ, શિવકુભાઈ નાનભાઈ ગોવાળીયા રે રાયપર તાલુકો ગઢડા જી.બોટાદ તમામ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર
​​​​​​​​​​​​​​
આરોપીઓએ શખ્સ પર ફાયરિંગ કર્યા ઉપરાંત છરી, લાકડી અને તલવાર જેવા હથિયાર વડે હુમલો પણ કર્યો હતો. સિક્યુરીટીનો કોન્ટ્રાકટ આરોપીને જોતો હોવાને કારણે આ રીતે ફાયરિંગ કર્યું હતું. બાર બોર બંદૂકમાંથી 2 રાઉન્ડ ભડકા કર્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, તમામ આરોપી ફરાર થયા છે. પોલીસ દ્વારા જુદી-જુદી દિશામા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment