કોરોના:જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 125 ટેસ્ટમાંથી 4 દર્દી કોરોના પોઝિટીવ - Alviramir

કોરોના:જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 125 ટેસ્ટમાંથી 4 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોરબંદરમાં કોરોનાના કેસની સંખ્યા વધતા સતર્ક રહેવા સુચન
  • ​​​​​​​1 દર્દી ડિસ્ચાર્જ, હજુ ​​​​​​​જિલ્લામાં 16 કેસ એક્ટિવ

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 1દર્દી ડિસ્ચાર્જ થયો છે. હાલ જિલ્લામાં16 કેસ એક્ટિવ છે.પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 125 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 4 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તાર માંથી 39 વર્ષીય 2 મહિલા, વાધેશ્વરી પ્લોટ માંથી 58 વર્ષીય આધેડ તેમજ કમલાબાગ પાસેના વિસ્તાર માંથી 39 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4098એ પહોંચ્યો છે. 1 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3943એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 16 કેસ એક્ટિવ છે જેમાંથી 3 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 13 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 386576 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment