કોરોનાનો ઉછાળો:જિલ્લામાં કોરોનાના નવા 37 કેસ સામે 30 દર્દીઓ સાજા - Alviramir

કોરોનાનો ઉછાળો:જિલ્લામાં કોરોનાના નવા 37 કેસ સામે 30 દર્દીઓ સાજા

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • 4 તાલુકા વિસ્તારમાં પણ કોરોના કેસમાં વધારો થયો
  • ​​​​​​​પાટનગરમાંથી 16ની સામે 4 ​​​​​​​તાલુકામાંથી નવા 21 કેસ

કોરોનાથી સંક્રમિત જિલ્લાના 37 વ્યક્તિઓ થયા છે. તો તેની સામે સારવારને અંતે કોરોનાના વધુ 30 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સંક્રમિતોમાં પાટનગર વિસ્તારમાંથી 16ની સામે 4 તાલુકામાંથી નવા 21 કેસ નોંધાયા છે. જ્યારે પાટનગરમાંથી 21 અને ચાર તાલુકામાંથી 9 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. મનપા વિસ્તારમાં કોવિશિલ્ડ રસી ખતમ થઇ છે.

જિલ્લાના મનપા વિસ્તાર બાદ હવે ચાર તાલુકામાંથી કેસનો વધારો થઇ રહ્યો છે. જે અાગામી સમય માટે ચિંતાજનક સ્થિતિ બની રહેવાની શક્યતા રહેલી છે. કુડાસણમાંથી 28 વર્ષીય યુવાન, 58 વર્ષીય મહિલા, રાંધેજાનો 46 વર્ષીય યુવાન, પોરનો 32 વર્ષીય યુવાન, રાયસણની 22 વર્ષીય વિદ્યાર્થીની, ધોળાકુવાનો 31 વર્ષીય યુવાન, આઇઆઇટીમાંથી 18 વર્ષીય વિદ્યાર્થી, 25 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે સેક્ટર-8માંથી 56 વર્ષીય આધેડ, 53 વર્ષીય મહિલા, 63 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-7ના 52 વર્ષીય આધેડ, સેક્ટર-3ના 58 વર્ષીય આધેડ, સેક્ટર-2ના 71 વર્ષીય આધેડ, સેક્ટર-12ની 21 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-29ના 59 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે.

દહેગામના 50 વર્ષીય આધેડ, ગાંધીનગર તાલુકાના અડાલજમાંથી 33 વર્ષીય મહિલા, 68 વર્ષીય મહિલા, 15 વર્ષીય વિદ્યાર્થીની, 58 વર્ષીય મહિલા, 42 વર્ષીય મહિલા, 59 વર્ષીય મહિલા, 31 વર્ષીય મહિલા, 34 વર્ષીય મહિલા, 59 વર્ષીય આધેડ, આદરજનો 31 વર્ષીય યુવાન, દંતાલીનો 42 વર્ષીય યુવાન, છાલામાંથી 18 વર્ષીય વિદ્યાર્થીની, 37 વર્ષીય મહિલા, 43 વર્ષીય મહિલા, ગીફ્ટસીટીનો યુવાન સંક્રમિત થયો છે. જ્યારે કલોલના અદાણી શાંતિગ્રામના 50 વર્ષીય આધેડ, બોરીસણામાંથી 60 વર્ષીય વૃદ્ધ, 60 વર્ષીય મહિલા, યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. જ્યારે માણસા તાલુકાના મંડાલીની 50 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment