કોરોનાનો ઉછાળો:મહેસાણામાં 36 સહિત ઉ.ગુ.માં કોરોનાના 61 કેસ - Alviramir

કોરોનાનો ઉછાળો:મહેસાણામાં 36 સહિત ઉ.ગુ.માં કોરોનાના 61 કેસ

મહેસાણા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાટણમાં 15, અરવલ્લીમાં 7 અને સાબરકાંઠામાં 3 સંક્રમિતો, મહેસાણામાં 31 સાજા થતાં એક્ટિ કેસ 243
  • સૌથી વધુ મહેસાણા શહેર-તાલુકામાં 20, વડનગરમાં 4, જોટાણામાં 5, ઊંઝામાં 3, બહુચરાજી-ખેરાલુમાં 2-2

રવિવારે મહેસાણા જિલ્લામાં 36, પાટણમાં 15, અરવલ્લીમાં 7 અને સાબરકાંઠા જિલ્લામાં 3 મળી ઉ.ગુ.માં કોરોના 61 કેસ નોંધાયા છે.મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 24 અને શહેરીમાં 12 મળીને કુલ 36 કોરોના કેસ નોધાયા છે. જ્યારે કોરોના સારવાર દરમ્યાન સાજા થતાં 31 વ્યક્તિને ડિસ્ચાર્જ કરાયા છે. રવિવારે મહેસાણા શહેરમાં 8 અને ગ્રામ્યમાં 12 મળી 20, વડનગર શહેર 2 અને ગ્રામ્યમાં 2 મળી 4, ઊંઝા શહેરમાં 1 અને ગ્રામ્યમાં 2 મળી 3, જોટાણામાં 5, બહુચરાજીમાં 2, ખેરાલુ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 1 મળીને 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં રવિવારે સૌથી વધુ મહેસાણા તાલુકામાં 20 કેસ નોધાયા છે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા 1469 સેમ્પલનું રીઝલ્ટ આવ્યુ હતું, જેમાંથી 31 વ્યક્તિના સેમ્પલનું રીઝલ્ટ કોરોના પોઝિટિવ આવ્યુ છે, જ્યારે અન્ય લેબ ખાતે 5 કોરોના કેસ નોધાયા છે. જિલ્લામાં હવે કોરોના એક્ટિવ કેસ 243 થયા છે. રવિવારે કોરોનાના 266 સેમ્પલ લેબ પરીક્ષણમાં મોકલાયા હોઇ રિઝલ્ટ પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment