કોરોના:પોરબંદર જિલ્લામાં વધુ 2 દર્દી કોરોના પોઝિટીવ - Alviramir

કોરોના:પોરબંદર જિલ્લામાં વધુ 2 દર્દી કોરોના પોઝિટીવ

પોરબંદર6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 3 દર્દી ડિસ્ચાર્જ થયો, જિલ્લામાં 14 કેસ એક્ટિવ

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ જિલ્લામાં 14 કેસ એક્ટિવ છે.પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 521 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 2 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં પોરબંદરના નરસંગટેકરી વિસ્તાર માંથી 32 વર્ષીય મહિલા અને રાણાવાવ માંથી 40 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4088એ પહોંચ્યો છે.

3 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3935એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 14 કેસ એક્ટિવ છે જેમાંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 13 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 384856 ટેસ્ટ થયા છે. અત્રે નોંધનીય છેકે, દિન- પ્રતિદિન કેસની સંખ્યા વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment