કોરોના અપડેટ:ચોથી લહેરમાં પાટણ જિલ્લામાં પ્રથમવાર સૌથી વધુ 33 કેસ - Alviramir

કોરોના અપડેટ:ચોથી લહેરમાં પાટણ જિલ્લામાં પ્રથમવાર સૌથી વધુ 33 કેસ

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • 9 દર્દીઓ સ્વસ્થ હાલમાં 113 એક્ટિવ કેસ

ચોથી લહેરમાં સૌપ્રથમવાર પાટણ જિલ્લામાં શનિવારે એક સાથે 33 કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. જેમાં પાટણ શહેરમાં જ 11 કેસ સામે આવ્યા હતા. 24 કલાકમાં વધુ 9 દર્દીઓ સ્વસ્થ હાલમાં 113 કેસ એક્ટિવ છે. પાટણ જિલ્લામાં 1599 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

જેમાં પાટણ શહેરમાં 11 તેમજ માતરવાડી અને સુજનીપુર ગામમાં 1-1 મળી તાલુકામાં 13 કેસ, ચાણસ્મા શહેરમાં 8 તેમજ ખારીધારિયલ ગામમાં 2, ગંગેટ અને મંડલોપ ગામમાં 1-1 મળી 12 કેસ, સિદ્ધપુર શહેરમાં 2 તેમજ બીલીયા, ઉંબરું, બદરીપુરા અને ગણવાડા ગામમાં 1-1 મળી 6 કેસ , સરસ્વતીના અજીમણામાં 1 અને ઓઢવા ગામમાં 11 વર્ષની કિશોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો.

મહેસાણામાં 44 કેસ, બનાસકાંઠામાં 17 કેસ
મહેસાણા જિલ્લામા શનિવારે 44 પોઝિટિવ કેસો નોંધાયા છે. 10 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 36 કેસો આવ્યા છે. શહેરી વિસ્તારમાં 8 કેસ મળી આવ્યા છે. 14 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા.બનાસકાંઠામાં ડીસામાં 8, ધાનેરામાં 3, પાલનપુરમાં 2, થરાદમાં 2 અને દાંતીવાડામાં 2 કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસ વધીને 65 થયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment