કોરોના અપડેટ:મહેસાણામાં કોરોના સંક્રમણ યથાવત, વધુ 39 કેસ નોંધાયા - Alviramir

કોરોના અપડેટ:મહેસાણામાં કોરોના સંક્રમણ યથાવત, વધુ 39 કેસ નોંધાયા

મહેસાણા44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • સાબરકાંઠા 5, અરવલ્લી 4, પાટણમાં 2 કેસ
  • કડીમાં 14, વિસનગરમાં 7, વડનગરમાં 5, ઊંઝા- વિજાપુર 4-4, મહેસાણામાં 3, જોટાણામાં 2 કેસ

સોમવારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 39, સાબરકાંઠામાં 5, અરવલ્લી જિલ્લામાં 4 અને પાટણમાં 2 મળી કુલ 50 કોરોનાના કેસ નોંધાયા છે.મહેસાણા જિલ્લામાં કોરોનાની ચોથી લહેરમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. રવિવારે 36 કેસ બાદ સોમવારે વધુ 39 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. જેમાં શહેરી વિસ્તારના 15 અને ગ્રામ્યના 24 કેસ છે. જ્યારે કોરોનાની સારવાર હેઠળ રહેલા 31 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 251એ પહોંચી ગઇ છે.

જિલ્લા આરોગ્ય તંત્રએ 266 સેમ્પલના રિઝલ્ટ પૈકી 37નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે તેમજ અન્ય લેબમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા શહેરમાં 2 અને ગ્રામ્યમાં 1 મળી 3, કડી શહેરમાં 6 અને ગ્રામ્યમાં 7 મળી 14, વડનગર શહેરમાં 1 અને ગ્રામ્યમાં 4 મળી 5, ઊંઝા શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 મળી 4, જોટાણામાં 2, વિસનગર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 5 મળી 7, વિજાપુર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 2 મળી 4 કેસ નોંધાયા છે. જેને પગલે તંત્ર દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment