કોરોના અપડેટ:રાજકોટ શહેરમાં 23 અને ગ્રામ્ય કક્ષાએ નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા - Alviramir

કોરોના અપડેટ:રાજકોટ શહેરમાં 23 અને ગ્રામ્ય કક્ષાએ નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહામારી – કુલ 8 દર્દી હોસ્પિટલમાં લઇ રહ્યાં છે સારવાર
  • શહેરમાં 257 અને ગ્રામ્ય કક્ષાએ 110 મળીને 367 દર્દી કોરોનાની સારવારમાં​​​​​​​​​​​​​​

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો રોગચાળો આગળ વધી રહ્યો છે જેમાં આજે કોરોના પોઝિટિવના શહેરમાં 23 અને ગ્રામ્ય કક્ષાએ 9 મળીને આજે રવિવારે શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 32 નવા કેસ નોંધાયા હતા. હાઇ ભાવનગર શહેરમાં 257 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 110 મળીને કુલ 367 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જેમાં 8 દર્દી હોસ્પિટલમાં અને બાકીના તમામ દર્દી ઘરે કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજે જે કેસ નોંધાયા તેમાં સીદસર રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં 33 વર્ષીય પુરૂષ, કાળિયાબીડ કેસરીયા હનુમાન મંદિર પાસે 24 વર્ષીય યુવતી, નારી ચોકડી ખાતે 17 વર્ષીય કિશોર, ચિત્રા જીઆઇડીસી ખાતે 29 વર્ષીય યુવાન અને 60 વર્ષીય વૃદ્ધ, ભરતનગર શિક્ષક સોસાયટીમાં 26 વર્ષીય યુવાન, વાઘાવાડી રોડ પર અક્ષરવાડી સામે 28 વર્ષયી યુવતી, ગઢેચી વડલા રામજીની વાડી વિસ્તારમાં 53 વર્ષીય પુરૂષ, સત્યનારાયણ રોડ કાળુભા રોડ પાસે 51 વર્ષીય પુરૂષ, તિલકનગરમાં 47 વર્ષીય પુરૂષ, માધવહિલ ફ્લેટમાં 56 વર્ષીય મહિલા, સુભાષનગરમાં 67 વર્ષીય વૃદ્ધા, જ્વેલ્સ સર્કલમાં 29 વર્ષીય યુવાન, અલાહાબાદ બેન્ક હિલડ્રાઇવ ખાતે 58 વર્ષીય પુરૂષ,વાઘાવાડી રોડ પર અક્ષરવાડી સામે 78 વર્ષીય વૃદ્ધ, રૂપાણી ગોપાલ નર્સિંગ હોલ સામે 18 વર્ષીય યુવાન, માધવહિલ ફ્લેટમાં 62 વર્ષીય વૃદ્ધ, વાઘાવાડી રોડ પર અક્ષરવાડી સામે 53 વર્ષીય મહિલા, 22 વર્ષીય યુવાન, વાઘાવાડી રોડ પર અક્ષરવાડી સામે 53 વર્ષીય પુરૂષ, ઘોઘા સર્કલ વિસ્તારમાં 82 વર્ષીય વૃદ્ધ, ધોબીવાળા ખાંચા, દેવજી ભગતની ધર્મશાળા વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધ તથા એરપોર્ટ રોડ પર યોગીનગરમાં 50 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે જે કેસ મળ્યા તેમાં ખડસલીયામાં 17 વર્ષીય કિશોર, ભડભડીયામાં 19 વર્ષીય યુવતી, કોળિયાકમાં 45 વર્ષીય મહિલા, 50 વર્ષીય મહિલા તથા 50 વર્ષીય મહિલા, ગુંદીમાં 12 વર્ષીય કિશોરી, હાથબમાં 20 વર્ષીય યુવક, 18 વર્ષીય યુવતી તથા કોળિયાકમાં 40 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment