કોરોના બાદ સ્વાસ્થ્ય નબળું પડ્યું:21% વૃદ્ધોના હૃદયના ધબકારા વધી ગયા, 36% યુવાનોમાં ઝાડા થવાની તકલીફ થઈ, 13% પ્રૌઢનું પાચનતંત્ર નબળું પડ્યું - Alviramir

કોરોના બાદ સ્વાસ્થ્ય નબળું પડ્યું:21% વૃદ્ધોના હૃદયના ધબકારા વધી ગયા, 36% યુવાનોમાં ઝાડા થવાની તકલીફ થઈ, 13% પ્રૌઢનું પાચનતંત્ર નબળું પડ્યું

 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • 21% Of The Elderly Had Increased Heart Rate, 36% Of The Young Had Diarrhea, 13% Of The Elderly Had A Weakened Digestive System.

રાજકોટ35 મિનિટ પહેલા

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીએ છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમય સુધી દેશમાં તાંડવ કર્યું. હવે સંક્રમણની અસર અને ફેલાવો ઘટી રહ્યો છે પણ આ વાઈરસ મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની આડઅસર છોડી ગયો છે. સંક્રમણમુક્ત થયા બાદ પણ લોકો અનેક પ્રકારની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનમાં ડિપ્લોમા કોર્સ કરતી ભટ્ટ કર્તવીએ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 450 યુવાન, 360 પ્રોઢ અને 270 વૃદ્ધ લોકો પર સર્વે કર્યો. જેમાં ચોંકવારનારા તારણો સામે આવ્યા છે. જ્યાં 21% વૃદ્ધોના હૃદયના ધબકારા વધી ગયા છે, 36% યુવાનોમાં ઝાડા થવાની તકલીફ થઈ છે અને 13% પ્રૌઢનું પાચનતંત્ર નબળું પડ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોના બાદ શરીરમાં થયેલા કુદરતી ફેરફાર

 • શરીરના સ્નાયુઓ સંકોચાવા લાગે છે જેથી ઝડપભેર હલનચલન થઇ શકે અને કંઈક વાગે તો એનાથી બહુ ઊંડી ઇજા ન થાય.
 • શ્વાસોશ્વાસનો દર વધી જાય છે જે શરીરને કટોકટીના સમયે જરૂરી વધુ ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.
 • શરીરની અંદર ચયાપચાયની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે જેથી વધુ શક્તિ શરીરના કોષોને મળી રહે.
 • હૃદયના ધબકારા અને દરેક ધબકારે થતું લોહીનું પમ્પીંગ વધી જાય છે જેથી દરેક કોષોને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચે.
 • પાચનતંત્ર કામ ઘટાડી નાંખે છે. જેથી વધુ લોહી સ્નાયુઓમાં પહોંચી શકે જેનાથી લડવાનું કે ભાગવાનું સારી રીતે થઇ શકે.
 • જલ્દી વારંવાર પેશાબ કે ઝાડે જવાની હાજત થાય. જેથી જો પેટમાં કઈંક વાગે તો ચેપ (ઇન્ફેકશન ) થવાની શક્યતાઓ ઘટી જાય.
 • ચામડીને મળતો લોહીનો પ્રવાહ ઘટી જાય. હાથ – પગની ચામડી ફિક્કી અને ઠંડી થઇ જાય, જેથી કઈંક વાગે તો લોહી ઓછું નીકળે.
 • લોહી ગંઠાવાની પ્રક્રિયા એકદમ ઝડપી થઇ જાય, જેથી લોહી નીકળે તો તરત બંધ થઇ જાય.
 • આંખોની કિકી પહોળી થઇ જાય જેથી અંધારામાં પણ સ્પષ્ટ દેખાય અને શ્રવણશક્તિ સતેજ થઇ જાય છે.
ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

સર્વેના તારણો

કોરોનમુક્ત થયા બાદ ઉત્પન્ન થતી સમસ્યા યુવાન પ્રૌઢ વૃદ્ધ
માથું દુખવું, થાક લાગવો અને ઊંઘ ન આવવી 18% 22.40% 35%
વજનમાં ઘટાડો – વધારો 23% 27% 9%
પેટમાં અપચો અને તકલીફ 22% 34% 14%
વારંવાર શરદી અને ખાસી થવાની બીમારી 11% 14% 22%
શરીર તૂટવું અને હૃદયના ધબકારા વધ્યા 10% 36% 21%
એકાગ્રતાનો અભાવ અને આળસ 26% 14% 22%
નકારાત્મક વલણમાં વધારો 36% 25% 30%
હતાશા અને એકલતા 18% 21% 36%

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment