કોરોના રસીકરણ:કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ - Alviramir

કોરોના રસીકરણ:કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ

પોરબંદર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વરસાદ વચ્ચે જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા કોરોનાની વેક્સિન અપાઈ રહી છે

જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. સમગ્ર રાજ્યમાં તા.15 જુલાઈ થી 75 દિવસ સુધી 18 થી 59 વયના તમામ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું અભિયાન ચાલુ રાખ્યું છે.

એપ્રિલ મહિનાનો તાપ, ડિસેમ્બર – જાન્યુઆરીની ઠંડી અને અષાઢ મહિનાના ધોધમાર વરસાદ વચ્ચે પણ આરોગ્યની ટીમ દર્દીઓને નિદાન સારવારની સાથે સાથે શહેર તથા ઘેડ અને નેસના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પ્રતિરોધક રસી આપવાનું અભિયાન ચાલુ રાખ્યું છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર સહિત વેક્સિનેશન સેન્ટર ખાતે કોરોના પ્રતિરોધક રસીનો પ્રીકોશન આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના 18 થી 59 વર્ષના નાગરિકો પોતાના નજીકના સેન્ટરમાં વહેલી તકે પ્રિકોશન ડોઝ મુકાવે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment