કોરોના રાજકોટ LIVE:જામકંડોરણાના રોઘેલ ગામની 38 વર્ષીય કેન્સરગ્રસ્ત મહિલાનું કોરોનાથી મોત - Alviramir

કોરોના રાજકોટ LIVE:જામકંડોરણાના રોઘેલ ગામની 38 વર્ષીય કેન્સરગ્રસ્ત મહિલાનું કોરોનાથી મોત

રાજકોટ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં શનિવારે નવા 22 કેસ નોંધાયા હતા. બીજી તરફ 11 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ 102 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64082 પર પહોંચી છે. જ્યારે જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામની 38 વર્ષીય મહિલાનું કોરોનામાં મોત થયું છે. આ મહિલાને કેન્સર હતું, આથી રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બાદમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગઇકાલે શનિવારે તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. આ મોતની નોંધ મનપાના કોવિડ ડેશબોર્ડ પર કરવામાં આવી છે.

શનિવારે 22 કેસ નોંધાયા હતા
ગઇકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં નાનામવા વિસ્તારના કદમ હાઈટ્સના 1 વર્ષ જ્યારે 150 ફૂટ રિંગ રોડ પરના નાણાવટી ચોકમાં 4 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. આ બંનેની ઉંમર નાની હોવાથી રસી લીધી નથી. તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં પણ ક્યાંથી ચેપ લાગ્યો તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. આ ઉપરાંત લક્ષ્મીવાડીની 17 વર્ષીય તરુણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેણે રસી લીધી નથી. જે નવા કેસ આવી રહ્યા છે તેમાં સૌથી પ્રમાણ વેસ્ટ ઝોનમાં છે. ખાસ કરીને વોર્ડ નં. 10 અને 11માં જ કેસ આવી રહ્યા છે. શનિવારે પણ વોર્ડ નં.11માંથી 5 જ્યારે 10 નંબરમાંથી 3 કેસ આવ્યા છે. સૌથી ઓછા કેસ ઈસ્ટ ઝોનમાંથી આવે છે.

વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા
શહેરમાં જે નવા કેસ આવ્યા છે તેમાં સૌથી વધુ વોર્ડ નં.11માંથી આવ્યા છે. આ એક જ વોર્ડમાંથી 14 કેસ નોંધાયા છે. વેસ્ટ ઝોનમાં પહેલાથી જ કેસ વધારે આવી રહ્યા છે અને તેમાં પણ 11 નંબરનો વોર્ડ સૌથી વધુ કેસ ધરાવે છે. ખાસ કરીને નાના મોવા આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં દર્દીઓ વધી રહ્યા છે. ત્રીજી લહેર બાદ પ્રથમ વખત રાજકોટ ગ્રામ્યમાં એકસાથે 17 કેસ આવ્યા છે. જેમાં ધોરાજી અને જામકંડોરણામાં 4-4, જેતપુરમાં 3, ગોંડલમાં બે જ્યારે લોધિકા, કોટડાસાંગાણી અને ઉપલેટામાં 1-1 કેસ આવ્યા છે. હાલ 57 એક્ટિવ કેસ છે જેમાંથી 56 હોમ આઈસોલેશનમાં જ્યારે એક દર્દી સિવિલમાં દાખલ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment