કોરોના રાજકોટ LIVE:શુક્રવારે કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 30 લોકો પોઝિટિવ, એક્ટિવ કેસ 91 થયા - Alviramir

કોરોના રાજકોટ LIVE:શુક્રવારે કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 30 લોકો પોઝિટિવ, એક્ટિવ કેસ 91 થયા

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

  • ગ્રામ્યમાં પણ ત્રીજી લહેર બાદ પહેલી વખત 17 દર્દી, જામકંડોરણા અને ધોરાજીમાં 4-4 દર્દી પોઝિટિવ

રાજકોટ શહેરમાં શુક્રવારે કોરોનાના એક સાથે 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કારણે એક્ટિવ કેસ સંખ્યા વધીને 91 થઈ ગઈ છે. સાંજના સમયે કેસની વિગતો આવતા મનપાની આરોગ્ય શાખા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કેસ હિસ્ટ્રી લેવા માટે દોડી ગઈ હતી.

વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા
શહેરમાં જે નવા કેસ આવ્યા છે તેમાં સૌથી વધુ વોર્ડ નં. 11માંથી આવ્યા છે આ એક જ વોર્ડમાંથી 9 કેસ નોંધાયા છે. વેસ્ટ ઝોનમાં પહેલાથી જ કેસ વધારે આવી રહ્યા છે અને તેમાં પણ 11 નંબરનો વોર્ડ સૌથી વધુ કેસ ધરાવે છે. ખાસ કરીને નાના મૌવા આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં દર્દીઓ વધી રહ્યા છે. ત્રીજી લહેર બાદ પ્રથમ વખત રાજકોટ ગ્રામ્યમાં એકસાથે 17 કેસ આવ્યા છે જેમાં ધોરાજી અને જામકંડોરણામાં 4-4, જેતપુરમાં 3, ગોંડલમાં બે જ્યારે લોધિકા, કોટડાસાંગાણી અને ઉપલેટામાં 1-1 કેસ આવ્યા છે. હાલ 57 એક્ટિવ કેસ છે જેમાંથી 56 હોમ આઈસોલેશનમાં જ્યારે એક દર્દી સિવિલમાં દાખલ છે.

આ વિસ્તારોમાં નોંધાયા નવા કેસ
ભક્તિનગર, મવડી, નાનામૌવા, અમરનાથ પાર્ક, ચંદ્ર પાર્ક, અર્જુન પાર્ક, રાધે કંપની, અર્જુન પાર્ક, નેહરૂનગર, સન સિટી, ઉપવન સોસાયટી, શિલ્પન વિલા, નિલકંઠ પાર્ક, સિંધી કોલોની, શ્રોફ રોડ, સરદારબાગ, સરદારનગર, જનતા સોસાયટી, મોટી ટાંકી ચોક, સપના લોક, રૈયાધાર, સહકારનગર, આશાપુરા, હુડકો, સદગુરૂ પાર્ક, રામેશ્વર પાર્ક, ભરતનગર, કર્મચારી સોસાયટી.

7 દર્દી 60 વર્ષથી વધુ, 7 પ્રૌઢ
શહેરમાં જે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે એ પૈકી 7 દર્દીની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે. સૌથી વધુ 83 વર્ષના દર્દી છે જ્યારે સૌથી નાના દર્દીની ઉંમર 18 વર્ષ છે. રાહતની વાત છે કે નવા દર્દીમાં કોઇપણ બાળક નથી. બે જ દર્દીમાં ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે જેમાં એક આબુ અંબાજી જ્યારે એક સુરતથી આવ્યા હોવાનું નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Leave a Comment