કોરોના સંક્રમણ:શહેરમાં 20 અને ગ્રામ્ય કક્ષાએ કોરોનાના 11 પોઝિટિવ કેસ મળ્યા - Alviramir

કોરોના સંક્રમણ:શહેરમાં 20 અને ગ્રામ્ય કક્ષાએ કોરોનાના 11 પોઝિટિવ કેસ મળ્યા

ભાવનગર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • 335 પોઝિટિવ દર્દી પૈકી 8 દર્દી લઇ રહ્યાં છે હોસ્પિટલમાં સારવાર
  • તાલુકા કક્ષાએથી 11 દર્દીઓ થયા કોરોનામુક્ત, કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 335 થઇ

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં આજે થોડો ઘટાડો થયો છે. આજે શહેરમાં 20 અને ગ્રામ્ય કક્ષાએ 11 મળીને કુલ 31 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આજે ભાવનગર ગ્રામ્ય કક્ષાએ 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 335 થઇ ગઇ છે. આ 335 પૈકી 8 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે બાકીના દર્દી ઘરે રહીને સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજે જે કેસ મળ્યા તેમાં ભક્તિનગર બી-1 06માં રહેતા 47 વર્ષીય મહિલા, ભરતનગર યોગીનગર-34માં રહેતા 49 વર્ષીય પુરૂષ, ઘોઘા રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધ, શિવાજી સર્કલમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ, થિયોસોફિકલ લોજ રૂપાણી સર્કલ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય પુરૂષ, શાસ્ત્રીનગરમાં રહેતા 40 વર્ષીય મહિલા, દિવાનપરામાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ, કાદરી મસ્જિદના ખાંચામાં રહેતા 31 વર્ષીય પુરૂષ, એકતાનગર કાદરી મસ્જિદના ખાંચામાં રહેતા 29 વર્ષીય યુવાન, લીલા સર્કલ મારૂતિ સ્કૂલ નજીક રહેતા 42 વર્ષીય પુરૂષ, ગિરનાર સોસાયટી હાઉસિંગ બોર્ડમાં રહેતા 45 વર્ષીય મહિલા, ભરતનગર તરસમીયા રોડ પાસે રહેતા 64 વર્ષીય વૃદ્ધ, ક.પરામાં રહેતા 18 વર્ષીય યુવાન, અકવાડા નર્સિંગ હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય યુવતી,સહજાનંદ ગુરૂકુળ હોસ્ટેલમાં રહેતા 18 વર્ષીય યુવતી, ફુલસર અંજલિ પાર્કમાં રહેતા 21 વર્ષીય યુવતી, સંસ્કાર મંડળ સંકલ્પ હોટલની સામે રહેતા 14 વર્ષીય કિશોર, ચિત્રા જીઆઇડીસી હર્ષ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય મહીલા, ચિત્રા જીઆઇડીસી હર્ષ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યુવતી તથા ઘોઘા રોડ પર બાલયોગીનગરની બાજુમાં રહેતા 49 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે જૂના રતનપરમાં 15 વર્ષીય કિશોર, નવા રતનપરમાં 40 વર્ષીય પુરૂષ, હાથબમાં 17 વર્ષીય કિશોર, પડવામાં 60 વર્ષીય વૃદ્ધ, બાડીમાં 40 વર્ષીય મહિલા, થળસરમાં 24 વર્ષીય યુવતી, કોળિયાકમાં 24 વર્ષીય યુવતી, કોળિયાકમાં જ 8 વર્ષીય બાળકી, સિહોરમાં 52 વર્ષીય મહિલા, ગારિયાધારમાં 33 વર્ષીય મહિલા તથા મહુવામાં 56 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment