કોરોના સંક્રમણ:3 બાળક સહિત શહેરમાં નવા 27 કોરોના પોઝિટિવ - Alviramir

કોરોના સંક્રમણ:3 બાળક સહિત શહેરમાં નવા 27 કોરોના પોઝિટિવ

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • 22 ડિસ્ચાર્જ, એક્ટિવ કેસની સંખ્યા વધીને 175
  • 1 અને 12 વર્ષના બાળકોને પરિવારમાંથી જ ચેપ લાગ્યો હોવાનું નોંધાયું

રાજકોટ શહેરમાં કોરોનાના નવા 27 કેસ આવ્યા છે અને 22 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ડિસ્ચાર્જ કરતા નવા કેસની સંખ્યા વધુ રહેતા ફરી એક વખત એક્ટિવ કેસ વધીને 175 થયા છે. જ્યારે શહેરમાં કોરોનાનો કુલ આંક 64257 થયો છે.

શનિવારે આવેલા કેસમાં 12 વર્ષથી નાના 3 બાળક છે. જેમાં હુડકોમાં રહેતી 5 વર્ષની બાળકીને ચેપ કઈ રીતે લાગ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જ્યારે કોઠી કમ્પાઉન્ડમાં રહેતા પરિવારની માત્ર 1 વર્ષની બાળકી અને મવડી વિસ્તારમાં 12 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ બંને કેસમાં અગાઉ પરિવારમાં કોરોના હોવાથી તેનો ચેપ લાગ્યો હોવાની શક્યતા કોન્ટેક્ટ ટ્રેસિંગમાં નોંધવામાં આવી છે. જ્યારે એક 16 વર્ષના તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને પણ પરિવારમાંથી ચેપ લાગ્યાનુ નોંધાયું છે.

આ સિવાયના તમામ કેસમાં ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી તેમજ દર વખતની જેમ શનિવારે પણ વોર્ડ નં. 11માં વધુ કેસ મળી આવ્યા છે. શહેરના કુલ 27 કેસમાંથી 6 કેસ વોર્ડ નં. 11ના તેમજ 5 કેસ વોર્ડ નં. 10માં નોંધાયા છે.

આ સિવાય માધાપરના આસ્થા એવન્યુ, વિજય પ્લોટની રાધેશ્યામ સોસાયટી, વોર્ડ નં. 1માં સંતોષપાર્ક, શાંતિનગર, રૈયાધાર વિસ્તાર, વોર્ડ નં.8ના રામનાથપરા, વોર્ડ નં. 7માં જાગનાથ પ્લોટ અને ઉદ્યોગનગર અને કોઠારિયાના મંગલપાર્ક વિસ્તારમાં કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment