કોરોના સુરત LIVE:એક્ટિવ કેસ ઘટીને 641 થયા, એક દિવસમાં 18 હજારથી વધુને બુસ્ટર ડોઝ અપાયો - Alviramir

કોરોના સુરત LIVE:એક્ટિવ કેસ ઘટીને 641 થયા, એક દિવસમાં 18 હજારથી વધુને બુસ્ટર ડોઝ અપાયો

સુરત2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

  • અત્યાર સુધીમાં 207592 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 92 કેસ નોંધાયા હતા. સિટીમાં 73 કેસ અને જિલ્લામાં 19 કેસ નોંધાયા હતા. છેલ્લા 129 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 641 એક્ટિવ કેસ છે. જેમાંથી 21 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 126 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ગત રોજથી દેશભરમાં 18થી 59 વયના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ કરાયો છે. સુરતમાં પ્રથમ દિવસે 18080 લોકોએ જ પ્રિકોશન ડોઝ મૂકાવ્યા છે.

શહેરમાંથી 86 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં 73 અને જિલ્લામાં 19 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 92 કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 207592 થઈ છે. શહેરમાં 86 અને જિલ્લામાં 40 મળી શહેર-જિલ્લામાં 126 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 204711 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

શહેરમાં પ્રિકોશન ડોઝને પાત્ર 9 લાખ લોકો
ગત રોજથી દેશભરમાં 18થી 59 વયના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ કરાયો છે. સુરતમાં પ્રથમ દિવસે 18080 લોકોએ જ પ્રિકોશન ડોઝ મૂકાવ્યા છે. હાલમાં પ્રિકોશન ડોઝને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. શહેરમાં 9 લાખથી વધુ લોકો પ્રિકોશન ડોઝને પાત્ર છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 137 સેન્ટર પર પ્રિકોશન ડોઝની વ્યવસ્થા કરી છે. પાત્રતા ધરાવતા લોકો સીધા સેન્ટર પર જઇ રસી મુકાવી શકે છે. બીજો ડોઝ મુકવાને 6 મહિનાનો સમય થઇ ગયો હોય તેવા લોકો પણ પ્રિકોશન ડોઝ મુકાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Leave a Comment