કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, એક્ટિવ કેસ ઘટીને 642 થયા, 19 દર્દી હોસ્પિટલમાં દાખલ - Alviramir

કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, એક્ટિવ કેસ ઘટીને 642 થયા, 19 દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

  • અત્યાર સુધીમાં 207795 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 74 કેસ નોંધાયા હતા. સિટીમાં 58 કેસ અને જિલ્લામાં 16 કેસ નોંધાયા હતા. છેલ્લા 132 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 642 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વધુ 87 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. 18 દિવસ બાદ સિટીમાં એક્ટિવ કેસ 500થી ઘટી 497 થયાં છે.

શહેરમાંથી 76 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં 58 અને જિલ્લામાં 16 કેસ સાથે સોમવારે કોરોનાના વધુ 74 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 207869 થઈ છે.શહેરમાં 71 અને જિલ્લામાં 16 મળી 87 દર્દી સાજા થયાં છે. અત્યાર સુધીમાં કુલ 204987 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. શહેરમાં 484 અને જિલ્લામાં 158 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 642 થઈ છે. શહેરમાં 58 પોઝિટિવ કેસ પૈકી 55 દર્દીઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. 2 દર્દીએ રસીનો એક ડોઝ લીધો હતો.

ત્રણ દિવસમાં 45 હજારથી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ મૂકાયા
15 જુલાઇથી 18થી 59 વયજૂથમાં કોરોના રસીકરણ હેઠળ ફ્રીમાં પ્રિકોશન ડોઝ આપવાના શરૂ કરાયા છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 137 કેન્દ્રો પર રસીકરણની વ્યવસ્થા કરી હતી. ત્રણ દિવસમાં 45 હજારથી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ મૂકાવી દીધા છે. જોકે, રસીનો અપૂરતો સ્ટોક હોવાથી આજે 18મીએ રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવ્યું હતું.

શહેરમાં પ્રિકોશન ડોઝને પાત્ર 9 લાખ લોકો
15 જુલાઈથી દેશભરમાં 18થી 59 વયના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ કરાયો હતો. હાલમાં પ્રિકોશન ડોઝને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. શહેરમાં 9 લાખથી વધુ લોકો પ્રિકોશન ડોઝને પાત્ર છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 137 સેન્ટર પર પ્રિકોશન ડોઝની વ્યવસ્થા કરી છે. પાત્રતા ધરાવતા લોકો સીધા સેન્ટર પર જઇ રસી મુકાવી શકે છે. બીજો ડોઝ મુકવાને 6 મહિનાનો સમય થઇ ગયો હોય તેવા લોકો પણ પ્રિકોશન ડોઝ મુકાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment