ક્રાઇમ:ચાણસ્મા ધો-12માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ - Alviramir

ક્રાઇમ:ચાણસ્મા ધો-12માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ

પાટણ5 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

ચાણસ્મના સરદારપુરા ગામની રહેતી 15 વર્ષીય સગીરા બુધવારે સવારે 10 ઘરેથી ચાણસ્મા ગર્લ્સ સ્કૂલમાં તેનો ભાઈ મુકી ગયો હતો. મોડે સુધી પરત ઘરે ના આવતા પરિવારજનોએ સગા સંબંધીને ત્યાં તપાસ કરતા મળી ન આવતા ગુરુવારે સાંજે ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી પીઆઇ આર.એમ.વસાવા એ જણાવ્યું હતું ચાણસ્મા ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા ભાઈ સાથે બુધવારે સવારે બાઈક પર બેસી ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા ચાણસ્મા ગર્લ્સ કોલેજ ખાતે 10:00 વાગે ઉતારીને ભાઈ તેની સ્કૂલે ગયો હતો. બુધવારે પહેલીવાર સગીરા તેના પિતાનો ફોન લઈને સ્કૂલે આવી હતી. પોલીસ તપાસમાં મોબાઇલની ડિટેલ્સ મંગાવી ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment