ક્રાઇમ:છાંયામાંથી જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઇ - Alviramir

ક્રાઇમ:છાંયામાંથી જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઇ

પોરબંદર6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 22 હજારથી વધુની રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરાયો

પોરબંદરના છાંયામાંથી પોલીસે જુગાર રમી રહેલી 8 મહિલાઓને ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રૂ.22 હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. છાંયા વિસ્તારની શેરીમાં જુગાર રમાઇ રહ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે કમલાબાગ પોલીસે છાંયા વિસ્તારના ભીમરાવ ચોક ખાતે દરોડો પાડતા ત્યાંના અંબેનગર પાસેની એક શેરીના નાકા પાસેથી મીતાબેન સંજય સોલંકી, જાહીબેન જેસા પાંડાવદરા, જયાબેન પુંજા ડોડીયા, ભાનુબેન રેવાગર ગોસ્વામી, નાથીબેન માલદે ચાંચીયા, મંજુબેન પુંજા શીંગરખીયા, લીલાબેન વિનુ રાઠોડ તથા મુરીબેન લાખા ચાંચીયા નામની 8 મહિલાઓને ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને સ્થળ ઉપરથી રૂ.22,070/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતુ અને ઉક્ત તમામ આરોપી મહિલાઓ સામે ગુના નોંધી, કારયદેસરની આગળની કાર્યવાહી કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI- જે.ડી.દેસાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment