ક્રાઇમ:સાતડામાં ઘોડીપાસાની ક્લબ પર દરોડો, 1.74 લાખના મુદ્દામાલ સાથે છ પકડાયા - Alviramir

ક્રાઇમ:સાતડામાં ઘોડીપાસાની ક્લબ પર દરોડો, 1.74 લાખના મુદ્દામાલ સાથે છ પકડાયા

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જંગલેશ્વરના શખ્સની કલબમાંથી રૂ.1,51,500 અને 5 મોબાઇલ જપ્ત
  • બોટાદથી પણ જુગાર રમવા આવ્યા’તા, છ શખ્સ પોલીસને જોઇ નાસી ગયા

રાજકોટ કુવાડવા હાઇવે પર સાતડા ગામની સીમમાં વાડીમાં ચાલતી ઘોડીપાસાના જુગારની ક્લબ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સને રૂ.1.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે છ શખ્સ નાસી ગયા હતા, ઘોડીપાસાનો જુગાર રમવા બોટાદ સહિતના સ્થળોએથી જુગારીઓ આવતા હતા.

સાતડા ગામમાં આવેલી કરશન લક્ષ્મણ પડેચા અને દિલીપ હમીર પરેસાની માલિકીની વાડીમાં ઘોડીપાસાની જુગાર ક્લબ ચાલતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી વાડીમાલિક મોરબી રોડ પરના જમનાપાર્કમાં રહેતા કરશન લક્ષમણ પડેચા, સોનીબજારના મુકેશ લક્ષ્મીદાસ કોટક, જંગલેશ્વરના બશીર ઉર્ફે કાળો હુશેન જેસાણી, નવા થોરાળાના રામનગરના રજાક નુરમહમદ ચુડાસમા, ભગવતીપરાના સુલતાન હારૂન જાફરાણી અને બોટાદ રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા સિકંદર દિલાવર બ્લોચને ઝડપી લીધા હતા, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.1,51,500 તથા 5 મોબાઇલ સહિત કુલ રૂ.1,74,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે પોલીસને જોઇને વાડીમાલિક રાજકોટનો દિલીપ હમીર પરેસા, કોઠારિયા સોલવન્ટનો બોબી સંધી, કુબલિયાપરાનો ભૂરો દેવીપૂજક, ભગવતીપરાનો ઇબ્રાહીમ ઉર્ફે ઇબલો, રૂખડિયાપરાનો કરણ કાઠી ઉર્ફે જીણો દડુ ચાવડા અને બોટાદનો વિપુલ ભીમ ગઢવી નાસી ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરનો બશીર જેસાણી બહારથી માણસો બોલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment