ક્રાઈમ:યુનિ. હોસ્ટેલ બહાર ચાલતી જતી વિદ્યાર્થિનીને પોર્ન વીડિયો બતાવનાર 3 શકમંદની અટકાયત - Alviramir

ક્રાઈમ:યુનિ. હોસ્ટેલ બહાર ચાલતી જતી વિદ્યાર્થિનીને પોર્ન વીડિયો બતાવનાર 3 શકમંદની અટકાયત

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • ફૂટેજમાં નંબર દેખાતો ન હોવાથી માત્ર કલરના આધારે 125 બાઇક ચકાસાઈ
  • મ.સ. યુનિ. હોસ્ટેલ કેમ્પસ આસપાસ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ

પ્રતાપગંજ અને સયાજીગંજમાં મ.સ.યુનિ.હોસ્ટેલ બહાર કોલેજિયન યુવતીઓને સરનામું પૂછવાના બહાને પોર્ન વીડિયો બતાવનાર 3 શકમંદ બાઈક સવાર રોમિયોની ફતેગંજ પોલીસે અટકાયત કરી તેની કડક પૂછપરછ હાથ ધરી છે. ફૂટેજમાં નંબર દેખાતો ન હોવાથી પોલીસે માત્ર કલરના આધારે 125 બાઇક ચકાસીને શકમંદોને પકડ્યા હતા.

મ.સ.યુનિ.કેમ્પસમાં સરનામું પૂછવાના બહાને કોલેજિયન યુવતીઓને ફોનમાં પોર્ન ક્લિપ બતાવી છેડતી કરતાં બાઈક રોમિયોથી યુવતીઓમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો હતો. આ પ્રકારના બનાવો વધી જતાં યુવતીઓએ સયાજીગંજ અને ફતેગંજ પોલીસને જાણ કરી હતી, જેથી બંને પોલીસ મથકના અધિકારીઓએ ગહન તપાસ હાથ ધરી હતી. હોસ્ટેલ આસપાસ સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે. તપાસમાં ફતેગંજ પોલીસે 3 શકમંદ બાઈક સવાર રોમિયોને શનિવારે રાત્રે ઝડપી પાડ્યા હતા.

પોલીસે રોમિયોને અજ્ઞાત સ્થળે લઇ જઇ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે, અગાઉ પોલિટિકલ રેલી અને કાર્યક્રમના દિવસે ઘટના બની હતી એટલે પોલીસ જવાનો તુરંત કાર્યવાહી કરી શક્યા ન હતા પણ ત્યારબાદ પોલીસે તપાસને વેગીલી બનાવી હતી. ફતેગંજ અને સયાજીગંજ પોલીસે વિવિધ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, બાઈકના કલરના આધારે તપાસ હાથ ધરી હતી.

યુનિ. કેમ્પસ, ફતેગંજ, સયાજીગંજ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ખબરી નેટવર્કને પણ એક્ટિવ કરવામાં આવ્યું હતું. પોલીસે સાચી દિશામાં તપાસ હાથ ધરતાં શનિવારની સાંજે ત્રણ શકમંદ બાઈક રોમિયોની અટક કરી પૂછપરછ શરૂ કરાઈ હતી. એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતંુ, કોઈ ફરિયાદ કરવા આગળ આવતું નથી એટલે પોલીસ તેની રીતે કાર્યવાહી કરશે.

ઘટનાને ગંભીરતાથી લઇ તપાસ: ગુનો નોંધવા કાર્યવાહી
યુનિ.હોસ્ટેલ બહાર બનેલી ઘટનાઓના સંબંધમાં શહેર પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવીની મદદથી ત્રણ શકમંદને અટક કરવામાં આવ્યા છે. ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પુરાવાના આધારે તપાસને ઘનિષ્ઠ બનાવવામાં આવશે. > ચિરાગ કોરડિયા,જોઈન્ટ સીપી, વડોદરા શહેર પોલીસ

પોલીસ કમિશનરે દાખલો બેસાડ્યો, સયાજીગંજના એએસઆઇ સસ્પેન્ડ
મ.સ.યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં કોલેજીયન યુવતીઓને રસ્તામાં ઉભા રાખીને પોર્ન વિડીયો બતાવવાના બનાવમાં યુવતીઓને મદદ નહી કરનાર અને બનાવની ઉપરી અધિકારીને જાણ નહી કરી ફરજમાં લાપરવાહી દાખવનાર સયાજીગંજ પોલીસ મથકના એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. બનાવ બન્યો તે પછી પોલીસે તપાસ કરવાને બદલે મામલાને ગંભીરતાથી લીધો ન હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 20મી જૂનના રોજ બંને યુવતીઓ સયાજીગંજ પોલીસ મથકે ગઇ હતી

ત્યારે એએસઆઈ મોહંમદ ખાલીક ઇબ્રાહીમ રાત્રે 8થી 12 દરમિયાન ફરજ પર હતા યુવતીઓએ રજૂઆત કરી હતી કે કાળા રંગની બાઈક લઇને આવેલો યુવક સરનામું પુછવાના બહાને પોર્ન વીડીયો બતાવવા લાગ્યો હતો.ત્યારે એએસઆઈએ અરજદાર યુવતીઓને મદદ નહીં કરી અરજી કે ફરિયાદ નહી લઇ તેમજ ઉપરી અધિકારીને જાણ નહી કરીને ફરજમાં ગંભીર પ્રકારની લાપરવાહી અને નિષ્કાળજી દાખવેલી હતી, તેવો નિષ્કર્ષ કાઢી પોલીસ તંત્રે સસ્પેન્શનનો ઓર્ડર બજાવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયા બાદ શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે બનાવની ગંભીર નોંધ લઇ દાખલારૂપ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment