ક્રીપ્ટો કરન્સી કૌભાંડ:ઊંચા નફાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ફૂલેકુ ફેરવ્યું, ભેજાબાજો રિમાન્ડ પર, જૂનાગઢમાં અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયાનું અનુમાન - Alviramir

ક્રીપ્ટો કરન્સી કૌભાંડ:ઊંચા નફાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ફૂલેકુ ફેરવ્યું, ભેજાબાજો રિમાન્ડ પર, જૂનાગઢમાં અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયાનું અનુમાન

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Lure Of High Profits And Investment In Crypto Currency Turned The Bubble, Margabajo On Remand, Estimation Of Crores Of Rupees Trapped In Junagadh

જૂનાગઢ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આ મામલે સુરત અને જેતપુરનો શખ્સ ઝડપાયા હતા
  • એકના છ દિવસના અને એકના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, સી ડીવીઝન પાસેથી તાલુકા પોલીસ કબ્જો લેશે

જૂનાગઢમાં લોકોને ઊંચા નફાની લાલચ આપી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ફૂલેકૂ ફેરવનાર ભેજાબાજોના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવાના નામે નિવૃત આર્મીમેન સાથે થયેલી છેતરપિંડી મામલે સી ડીવીઝન પોલીસે સુરત અને જેતપુરના શખ્સને પકડી પાડ્યાં હતા. જેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એકના પાંચ દિવસના અને એકના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, આ મામલે હજુ એક શખ્સને પકડવાનો બાકી છે. જૂનાગઢમાં અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ત્રણ આર્મીમેન સાથે ઠગાઈ કરી હતી
જૂનાગઢમાં રહેતા ત્રણ આર્મીમેનને ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે કિશન બોરખતરિયા અને વિજય વાઢીયાએ 6.48 લાખ લઈને પૈસા પરત આપ્યા ન હતા. આ મામલે આ બંને સામે ફરિયાદ થતા સી ડીવીઝન પોલીસે કિશન બોરખતરિયા અને વિજય વાઢીયાને પકડી લઈ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં કિશને સુરતના જયેશ પટોળીયા, જેતપુરના મહેશ રાણપરિયા, જૂનાગઢના ગિરીશ વેગડના નામ આપ્યા હતા.
એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર
સી ડીવીઝન પીએસઆઇ જે.જે.ગઢવીએ જણાવ્યું હતું કે, સુરતના જયેશ પટોળીયા અને જેતપુરના મહેશ રાણપરિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જયેશના પાંચ દિવસના અને મહેશ રાણપરિયાના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હજુ આ પ્રકરણમાં ગિરીશ વેગડને પકડવાનો બાકી છે. અત્રે નોંધનીય છે કે, આ ટોળકી સામે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે આઠેક લોકો સાથે 2.17 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કિશન બોરખતરિયા છે. જે હાલ જેલમાં છે.
મુખ્ય આરોપી જૂનાગઢથી નાસીને સુરત આવ્યો હતો
​​​​​​​
જૂનાગઢ ખાતે એક ટોળકી દ્વારા નિવૃત આર્મીમેનને પૈસાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં લાખોનું રોકાણ કરાવી શરૂઆતમાં નફો બતાવી ત્યારબાદ પૈસા લઈ નાસી ગયાં હતાં. આ ટોળકીએ જૂનાગઢમાં ઘણા બધા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયા ચાંઉ કર્યા હતાં. બાદમાં આ માસ્ટરમાઈન્ડ આરોપી જૂનાગઢથી નાસીને સુરત આવી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​બાતમીના આધારે ઝડપાયો
​​​​​​​
પોલીસને મળેલી બાતમીના આધારે અડાજણ એલપી સવાણી સ્કૂલ પાસેથી આરોપી કિશન અશોકભાઈ બોરખતરીયા(ઉ.વ.આ.26)ને ઝડપી લીધો હતો. આરોપી કિશન ઈસીમાં માસ્ટર ડિગ્રી મેળવેલો હોવાથી કોમ્પ્યુટરનો સારો જાણકાર હતો. જૂનાગઢમાં ટ્રેડિંગનો ધંધો કરતો હતો. સાતે જ પોતે ઈએસપીએન કંપનીના એજન્ટ હોવાનું જણાવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતો હોવાનું કહેતો હતો. ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવતી હતી.24 હજારની વ્યાજ પણ એક અઠવાડીયામાં 3 લાખથી વધુનું ચુકવ્યું હતું. બાદમાં નાસી ગયો હતો. પોલીસ સામે કિશને કબૂલાત કરી હતી કે તેણે ઘણા લોકોને આ રીતે પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment