ખનીજચોરો બેફામ:ચીભડામાં ખનીજચોરી કરી ત્યાંના જ ઔદ્યોગિક વિસ્તારમાં વેચ્યું - Alviramir

ખનીજચોરો બેફામ:ચીભડામાં ખનીજચોરી કરી ત્યાંના જ ઔદ્યોગિક વિસ્તારમાં વેચ્યું

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • લોધિકાના ચીભડા , હરિપર(ત.)માં ખનીજચોરો બેફામ

રાજકોટ જિલ્લામાં ખનીજચોરો બેફામ બન્યા છે અને અમુક ગામ અને તાલુકા તેના માટે કુખ્યાત છે તેમાં હવે લોધિકા તાલુકાનું નામ પણ ઉમેરાયું છે. ખાણ ખનીજ વિભાગના જણાવ્યા અનુસાર હરિપર(તરવડા) અને ચીભડા ગામની વચ્ચેના માર્ગમાં ખાનગી ઈન્ડસ્ટ્રિયલ પ્લોટ છે જેમાં લેવલિંગ સહિતના કામો માટે રોડ કાંઠાની ટેકરીઓ અને ધાર ખોદીને ગેરકાયદે ખનીજચોરી કરી ત્યાં માલ ઠલવાતો હતો.

સ્ટાફ સ્થળ પર પહોંચતા જ ટેકરી પર ઊભેલા ખબરીઓએ જાણ કરી દેતા ચોર ભાગી ગયા હતા પણ ડમ્પર, ટ્રેક્ટર અને જેસીબી સહિતની મશીનરી ત્યાં પડી હતી જેને જપ્ત કરાયા છે અને હજુ સુધી તેના માલિકો આવ્યા નથી. ખનીજચોરીના આંક માટે ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં થયેલા કામોની તપાસ કરી ત્યાં કેટલું ખનીજ ઠલવાયું છે તેમજ ધાર કેટલી કાપી નાખી છે તે ગણતરી કરવામાં બે દિવસ લાગશે અને ત્યારબાદ દંડ કરાશે અને જમીન માલિકનો પણ ખુલાસો પૂછવામાં આવશે.

લોધિકા તાલુકામાં બાલસર, ઈશ્વરિયા બાદ હવે ચીભડા, તરવડા, હરિપર(તરવડા) ગામોની સીમમાં છેલ્લા એક વર્ષથી ખનીજચોરી ખૂબ વધી ગઈ છે અને આ મામલે ઉચ્ચ સ્તર સુધી હવે ફરિયાદો થતા ખનીજચોરોને નાથવા માટે ખનીજ વિભાગને એલર્ટ રહેવા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment