ખર્ચો વધતાં ભાવવધારો:પેપર પેકિંગને લીધે હોટેલોએ ભાવમાં 10 ટકાનો વધારો કર્યો; પ્લાસ્ટિક, ડિસ્પોઝેબલ કટલરી પર પ્રતિબંધ - Alviramir

ખર્ચો વધતાં ભાવવધારો:પેપર પેકિંગને લીધે હોટેલોએ ભાવમાં 10 ટકાનો વધારો કર્યો; પ્લાસ્ટિક, ડિસ્પોઝેબલ કટલરી પર પ્રતિબંધ

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં 10 હજારથી વધુ હોટેલ-રેસ્ટોરાં છે

સિંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અને તેના સ્થાને પેપર અને વુડન ડિસ્પોઝેબલ કટલરી આઇટમનો વપરાશ કરતા ખર્ચમાં વધારો થયો છે. શહેરની મોટા ભાગની હોટલ, રેસ્ટોરાં અને કાફે દ્વારા ફૂડની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો કર્યો છે.

રેસ્ટોરાં, હોટેલ અને કાફેએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કર્યો છે અને તેની જગ્યાએ કાચા માલ અને પેકિંગ પાછલ 15થી 30 ટકા વધુ ચૂકવવાનો વારો આવ્યો છે. એસ.જી. હાઇવે પરના કાફે માલિકોના જણાવ્યા અનુસાર પહેલાથી ફૂડ સામગ્રી અ્ને ઇંધણના કારણે ભાવ વધારાનો સામનો કરી રહ્યાં છીએ. અમદાવાદમાં 10 હજાર કરતા વધારે હોટલ -રેસ્ટોરન્ટ તેમજ કાફે આવેલા છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, કાચા માલમાં આશરે 10થી 15 ટકાનો વધારો થયો છે. તેના કારણે ફૂડ પ્રોડકટ્સમાં ઓછામાં ઓછો 10 ટકાનો વધારો કરવા ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment