ખળભળાટ:દાહોદ ધારાસભ્યના કાર્યાલય સામે જ મૃતદેહ મૂકીને હોબાળો મચાવ્યો - Alviramir

ખળભળાટ:દાહોદ ધારાસભ્યના કાર્યાલય સામે જ મૃતદેહ મૂકીને હોબાળો મચાવ્યો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં ધારાસભ્ય વજેસિંહ પણદાના કાર્યાલયે હોબાળો થતાં પોલીસ ધસી આવી પહોંચી હતી.

  • ધારાસભ્યની ક્વોરીના ડમ્પરની ટક્કરે આવતાં બાઇક સવાર યુવકનું મોત થયું હતુ
  • દાહોદ તાલુકાના નવાગામ ગામે અકસ્માત સર્જાયો
  • પોલીસ કાફલો દોડી આવ્યો : સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
  • પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો
  • ડમ્પર ચાલક બાઇકને ખાસ્સે દૂર ધસડી જતાં રોષ ફેલાયો હતો

દાહોદ તાલુકાના નવાગામ ગામે એક ડમ્ફરે બાઇકને અડફેટમાં લેતાં 20 વર્ષિય યુવકનું મોત થઇ ગયુ હતું. આ ડમ્ફર દાહોદ ધારાસભ્યની ક્વોરીનું હતુ અને ચાલક બાઇકને ખાસ્સે દૂર સુધી ધસડી ગયો હોવાથી રોષે ભરાયેલા પરિવાર અને સબંધિઓએ દાહોદના મંડાવાવ રોડ સ્થિત ધારાસભ્યની ઓફિસો હોબાળો કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત પોસ્ટ મોર્ટમ બાદ ઘરે લઇ જતી વખતે મૃતદેહની ગાડી પણ ઓફિસ સામે જ રોકી દેવાતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધસી આવ્યો હતો. સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

પોલીસે ડમ્ફરના ચાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના મંડાવાવ ગામનો નવીનભાઇ નળવાયા નામક યુવક બાઇક લઇને જઇ રહ્યો હતો. ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં એક ડમ્ફરના ચાલકે તેની બાઇકને ટક્કર મારી હતી. બાઇક ઉપરથી ફંગોળાયેલા નવીનનું ગંભીર ઇજાને કારણે મોત થઇ ગયુ હતું. જ્યારે ડમ્ફરનો ચાલક બાઇકને ખાસ્સે દૂર સુધી ધસડી ગયો હતો. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ઝાયડસમાં ખસેડવામાં આવ્યો હતો.

સાંજના સમયે પોસ્ટ મોર્ટમ બાદ નવીનના મૃતદેહને મંડાવાવ લઇ જવાઇ રહ્યો હતો ત્યારે ડમ્ફર ચાલક બાઇકને ઘણે દૂર ધસડી ગયાનો રોષ હોઇ દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત ધારાસભ્ય વજેસિંહ પણદાના કાર્યાલય ઉપર ટોળાએ હોબાળા સાથે પોતાનો રોષ ઠાલવ્યો હતો. મૃતદેહ સાથેની ગાડી પણ કાર્યાલય આગળ મુકી દેવાતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં મોટો પોલીસ કાફલો કાર્યાલયે ધસી આવ્યો હતો. આ મામલે સમજાવટ બાદ મામલો થાળે પડતાં નવીનનો મૃતદેહ મંડાવાવ લઇ જવાયો હતો. પોલીસ દ્વારા ડમ્ફરના ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મારી ખુશીથી મેં તેમને ક્રિયાકર્મ અને બારમાનો ખર્ચાે આપવા કહ્યંુ છેે
મારી ક્વોરી ઉપર ભાડે ચાલતા ડમ્પરથી અકસ્માત થતાં તેમાં છોકરાનું મૃત્યુ થતાં તેની ફરિયાદ કરવામાં આવી છે. આ સંંદર્ભે મારી ઓફિસ ઉપર લોકો આવ્યા હતા. મે તેમને ક્રિયાક્રમ અને બારમાની વિધિનો ખર્ચ મારી ખુશીથી આપવાનું કહેવા સાથે બીજું પણ કોઇ કામ હોય તો હું બેઠો છું તેવું આશ્વાશન આપ્યું છે. – વજેસિંહ પણદા, ધારાસભ્ય, દાહોદ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment