ખેડૂતો ખુશ:જિલ્લામાં વરાપ નીકળતા ખેડૂતો ખેતીકામમાં જોડાયા - Alviramir

ખેડૂતો ખુશ:જિલ્લામાં વરાપ નીકળતા ખેડૂતો ખેતીકામમાં જોડાયા

અમરેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાબરા પંથકમાં કપાસ, મગફળીના વાવેતર પર સારો વરસાદ પડી જતા ખેડૂતો ખુશ: ખાતર અને જંતુનાશકોની ખરીદી શરૂ થઇ

સમગ્ર અમરેલી જિલ્લા પર મેઘરાજાએ અપાર હેત વરસાવતા જગતનો તાત રાજી છે. અને હવે લાંબી મેઘમહેર બાદ વરાપ નીકળતા જ ખેડૂતોએ વાડી ખેતરની વાટ પકડી છે અને ખેતીકામમા લાગી ગયા છે. બાબરા તાલુકામા છેલ્લા એક પખવાડીયાથી મેઘરાજાએ મન મુકીને આ વિસ્તાર પર હેત વરસાવ્યું છે. સતત સારા વરસાદના કારણે અહીની મોટાભાગની નદીઓમા વારંવાર પુર આવ્યુ હતુ. જેના કારણે તળાવો અને ચેકડેમોમા પાણી આવ્યા છે. ખેત તલાવડીઓ ભરાઇ છે. બોર અને કુવાના તળ ઉંચા આવ્યા છે. વાવણી બાદ પણ સતત સારો વરસાદ પડતા પાક માટે ઉજળી સ્થિતિ છે. ત્યારે હવે વરાપ નીકળતા જ ખેડૂતો ખેતીના કામમા લાગી ગયા છે.

સુર્યનારાયણના દર્શન થતા જ અને વાડી ખેતરમા કામ કરવા જેવો માહોલ બનતા જ ખેડૂતોએ ખેતીકામ શરૂ કરી દીધુ છે. બાબરામા સામાન્ય રીતે ધીમીધારે વરસાદ વરસ્યો હતો જેથી પાકની સ્થિતિ સારી છે. વધુ વરસાદ પડે તો નુકશાનની ભીતિ હતી. પરંતુ સમયસર વરસાદ થંભી ગયો છે. હવે ખેડૂતો સાતી હાકવા સહિતના કામમા વ્યસ્ત બન્યાં છે. અમરેલી બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, લાઠી, લીલીયા વિગેરે વિસ્તારમા પણ ખેતીનુ કામ પુરજોશમા ચાલુ થયુ છે. સાથે સાથે ખાતર અને જંતુનાશકોની પણ ખરીદી નીકળી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment