ખેડૂતો દ્વારા આવેદનપત્ર:ભીમાસર-ભુજ હાઇવેમાં કપાત જતી જમીનમાં અડધું વળતર જ ચુકવવામાં આવતા આવેદન અપાયું - Alviramir

ખેડૂતો દ્વારા આવેદનપત્ર:ભીમાસર-ભુજ હાઇવેમાં કપાત જતી જમીનમાં અડધું વળતર જ ચુકવવામાં આવતા આવેદન અપાયું

અંજારએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં નેશનલ હાઇવેએ વળતર ન આપ્યો

ભીમાસર-ભુજ હાઇવેમાં કપાત જતી જમીનમાં નેશનલ હાઇવે દ્વારા ખેડૂતોણે અડધો વળતર જ ચુકવવામાં આવ્યું છે. કલેકટરે હુકમ કર્યો હોવા છતાં નેશનલ હાઇવે પૂરો વળતર ન ચુકવતી હોવાથી ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભીમાસર–ભુજ હાઈવે નં. 341, અંજાર બાયપાસમાં કપાતમાં જતી જમીનનાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યા મુજબ આ હાઈવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. જેમાં પ્રથમ એવોર્ડ તા. 21/12/2018નાં જાહેર થયા હતા. એવોર્ડ મુજબ ફેકટર 1 મુજબ વળતર ચુકવવામાં આવ્યું છે. સરકારના પરિપત્ર મુજબ ફેકટર 2નો લાભ મેળવવા ખેડૂતો હક્કદાર છે.

આ પરિપત્ર બાદ એવોર્ડ જાહેર થયો હોવા છતાં ફેકટર 1 મુજબ વળતર ચુકવવામાં આવ્યું છે. જેથી નેશનલ હાઈવે ઓથોરીટી માત્ર 50 ટકા વળતર ચુકવી અમારી મોંઘા ભાવની જમીન હડપવા માંગે છે. આ બાબતે અમુક ખેડૂતો નેશનલ હાઈવે તરફથી નિમવામાં આવેલ આર્કીટેટર કચ્છ કલેકટર સમક્ષ અપીલમાં ગયા છે અને કલેકટર દ્વારા ફેકટર 2 મુજબ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

જેથી ખેડૂતોને જમીન સંપાદન અધિકારીને આર્બિટેટરના હુકમ મુજબ ચુકવણું કરવા 3 મહિના પહેલાં અરજી પણ કરી છે અને નેશનલ હાઇવેને હુકમ મુજબ રકમ જમા કરાવવા પત્ર પણ લખ્યો છે. છતાં પણ NHAI દ્વારા રકમ જમા કરાવી નથી. જેથી તાત્કાલિક ધોરણે જો વળતર ચુકવવામાં નહિ આવે તો જમીન નેશનલ હાઇવેને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment