ખોડિયાર ડેમ ઓવરફ્લો:અમરેલી અને ભાવનગર જિલ્લાના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા - Alviramir

ખોડિયાર ડેમ ઓવરફ્લો:અમરેલી અને ભાવનગર જિલ્લાના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા

અમરેલીએક કલાક પહેલા

  • ગીર વિસ્તારમાં 10 દિવસથી પડી રહ્યો છે અવિરત વરસાદ

અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે પ્રથમ ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે અહીં ડેમ 50% ઉપરાંત ભરેલો ડેમ હતો તેવા સમયે છેલ્લા 10 દિવસથી અવિરત પણે ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેના કારણે સમગ્ર જિલ્લામાં પ્રથમ અમરેલીના ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા 1 દરવાજો 0.25 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારને એલર્ટ આપી દેવાયું છે અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચે આવતા ગામડાઓના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું માત્ર એક દરવાજો હાલ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યો છે.

આ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું
અમરેલી અને ભાવનગર જીલ્લામાં આવતા 48 જેટલા ગામડામાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમા ધારી,આંબરડી,ભાડ,પાદરગઢ,લુવારીયા ,હાલરીયા,સરંભડા,નાના માંડવડા,મેડી,તરવડા,બાબપુર,વાકીયા,ગાવડક,પીઠીયાજાળ, વિઠલપુર,મોટા ગોખરવાળા,નાના ગોખરવાળા,કણકોટ,ક્રાકચ,બવાડા,શેઢાવદર,લોકી,ઈંગોરાળા, શેઢાવદર,બોરાળા,જુના સાવર,ખામપર,આકલોડીયા,ફીફાદ, મેકડા,ઘોબા,પીપરડી,ઠાસા,ડુંગરપુર,હાથસની આ પ્રકારના અલગ અલગ ગામડાઓને એલર્ટ આપ્યું છે

બપોર વરસાદી માહોલ વચ્ચે વાદળો ઘેરાય
સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ આવી શકે છે એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે વાદળો ઘેરાયા છે અને હવામાન વિભાગની આગાહી છે ત્યારે વરસાદ નું જોર વધી શકે છે દરિયા કાંઠે 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment